બોલિવૂડ

મૌની રોયે શેર કરી પોતાની સુંદર તસવીરો, આપ્યા એકદમ કિલર પોઝ

બોલિવૂડ અભિનેત્રી અને ટીવીની નાગિન મૌની રોયની દરેક એક્ટ તેના ચાહકોને ઘાયલ કરતી હોય છે. અને અભિનેત્રી હંમેશા તેની સુંદર સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેટી હોય છે. અભિનેત્રીએ પોતાની મહેનતના કારણે ટીવીથી બોલિવૂડ સુધીની સફર નક્કી કરી છે. આ દરમિયાન મૌની રોયની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. મૌનીએ પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી. મૌની રોય પલંગ પર સૂઈ રહી છે અને અલગ-અલગ પોઝમાં તસવીરો ખેંચી રહી છે. અભિનેત્રીના આ ફોટોશૂટ પરથી ચાહકો તેમની પરથી નજર દૂર કરી શકતા નથી. આ તસવીરોમાં મૌની રોય બેડ પર પડેલી ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. જેનાથી એક્ટ્રેસના ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.

બેકલેસ ડ્રેસમાં મૌની રોયનું સુંદર ફોટોશૂટ એકદમ કિલર લાગી રહ્યું છે. તે ખુલ્લા વાળમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. નાગીન એક્ટ્રેસના ફોટા પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. નાગિન અભિનેત્રી તેના અદભૂત દેખાવ અને સુંદર અભિનયથી દર વખતે તેના ચાહકોનું દિલ જીતી લેતી હોય છે. મૌની રોય એક ભારતીય ટીવી/ફિલ્મ અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોય ટીવી જગતમાં નાગિન શિવન્યા અને દેવો કે દેવ મહાદેવમાં સતીના ચિત્રણ માટે જાણીતી છે. જેમાથી લોકો તેને જાણતા થયા છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985 ના રોજ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. મૌનીએ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. જો કે, મૌનીને તેના અભ્યાસ વચ્ચે જ છોડીને, તે અભિનય અને ફિલ્મી દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી હતી. 

મૌનીએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2007 માં એકતા કપૂરના ટીવી શો ક્યુન સાસ ભી કભી બહુ થી કરી હતી. જેમાં તે પુલકિત સમ્રાટની સામે જોવા મળી હતી. મૌનીએ પોતાની 11 વર્ષની કારકિર્દીમાં ઘણા ઉતાર -ચડાવ જોયા છે. જોકે આજે મૌની ટીવીની દુનિયામાં એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. અને હવે તે ઘણી ફિલ્મોમાં જોવા મળેલ પણ છે. વર્ષ 2018 મૌની માટે અત્યંત નસીબદાર છે. આ વર્ષે તે ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળી હતી. આ સિવાય તેણે તુમ બિન 2 ફિલ્મમાં પણ આઇટમ સોંગ કર્યું છે. જે લોકો ને ખુબ જ ગમ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

‘દેવોં કે દેવ મહાદેવ’માં સતીનું પાત્રથી મૌનીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. પરંતુ તેને તેની સાચી ઓળખ નાગિન સિરિયલ થી મળી હતી. જે દરેક લોકો આજે જાણે જ છે. આજે દરેક લોકો તેમને ખુબ જ પસંદ કરે છે. આ શો એટલો સતત હિટ રહ્યો કે મૌની ટીવીની ટોચની અભિનેત્રીની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. અને આજે આ શો દરેક લોકો નો ફેવરિટ શૉ બની ચૂક્યો છે. આજે આ શૉ ને વારંવાર જોવાનું લોકો પસંદ કરે છે. અને તેનુ એકમાત્ર કારણ છે. તે છે મૌની રોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *