સમાચાર

મૃતદેહને પુનર્જીવિત કરવા ભજન-કીર્તન કરી રહી છે મહિલાઓ ગયામાં ઝાડ પરથી પડી જતાં કિશોરનું મોત

બિહારના ગયાનામાં નક્સલ પ્રભાવિત અમાસ પ્રખંડ ના બભનડીહ આ દિવસોમાં ચર્ચામાં છે. તે ગામમાં ઝાડ પરથી પડી જતા એક કિશોરનું મોત થયું હતું. આથી કેટલીક મહિલાઓ મૃત પામેલા કિશોરની કબરની આસપાસ સવાર-સાંજ ભજન કીર્તન કરી રહી છે તેમનું કહેવું છે કે એ ભજન કીર્તન કરવાથી યુવક જીવતો થઈ જશે. આ મામલે પોલીસનું કહેવું છે કે તેમને આ ઘટના અંગેની કોઈ પ્રકારની માહિતી મળી નથી

બાભંડીહ ગામના રહેવાસી કૌલેશ્વર યાદવનો 12 વર્ષનો પુત્ર રંજન કુમાર રવિવારે તાડના ઝાડ પરથી પડી ગયો હતો.આથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યોએ ભેગા થઈને યુવકને દફનવિધિ કરી હતી. પરંતુ તે ગામની કેટલીક મહિલાઓ નો દાવો છે કે તેઓ આ મૃત યુવકને ભજન કીર્તન દ્વારા ફરી પાછો જીવતો કરશે. ત્યારબાદ આ અંધશ્રદ્ધાનો ખેલ શરૂ થયો હતો.

આગામી ત્રણ દિવસ સુધી ભજન-કીર્તન ચાલુ રહેશે તેવું પણ મહિલાઓનું કહેવું છે. યુવક નો આખો પરિવાર યુવકને કરવા માટે સ્મશાન માં બેસીને ભજન કિર્તન કરવા લાગ્યો છે. તેમજ યુવકની કબર પર એક ધાર્મિક ગ્રંથ પણ મૂકવામાં આવ્યો છે. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ પણ સભ્યને ત્યાં ફરકવા પણ દેતા નથી. ત્યાંની મહિલાઓનું કહેવું છે કે આગામી થોડા દિવસ માટે આ ભજન કીર્તન ચાલુ રહેશે. મૃતક યુવકના પિતા અને પરિવાર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા પણ તૈયાર નથી કે કોઈનું સાંભળવા પણ તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published.