માયા નગરી મુંબઈ એ વધુ એક અભિનેત્રી નો જીવ લીધો, મોડેલે હોટેલ રૂમમાં પંખે લટકીને આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં માફી માગી…
માયા નગરી મુંબઈમાં દરરોજ અનેકના સપનાઓ સાકાર થતા હોય છે જ્યારે અનેકના સપનાઓ ચકના ચોર થઈ જતા હોય છે, દેશના ખૂણે ખૂણેથી લોકો મુંબઈની માયા નગરીમાં પોતાનો વર્ચસ્વ જમાવવા માટે આવતા હોય છે જ્યારે અમુક લોકો આમાં સફળ જતા હોય છે જ્યારે અમુક લોકો નિષ્ફળ જતા હોય છે અને જેના કારણે પોતાના જીવનમાં ન કરવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે ત્યારે આવો જ કિસ્સો મુંબઈના અંધેરી વિસ્તારમાંથી સામે આવ્યો છે.
ગ્લેમર વર્લ્ડ ની આ ચમકદાર દુનિયામાં પાછળ મોટું દુઃખ છુપાયેલું છે હાલમાં જ એક મોડલ આકાંક્ષા મોહન એ સુસાઇડ કર્યું છે આ સુસાઇડ નોટ માં પોતાની વિતક કથા જણાવી છે આકાંક્ષા ની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પ્રમાણે તે એન્જિનિયર તથા એમબીએ હતી તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે મિત્રો તમને જણાવી દયો તો મુંબઈના અંધેરી વિસ્તારના ચાર બંગલા સ્થિત હોટલમાં 30 વર્ષે મોડલ એ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.
View this post on Instagram
વસાવા પોલીસે આ કેસ ADR તરીકે નોંધ્યો છે, આ કેસની તપાસ અત્યારે પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે બુધવાર એટલે કે 28 સપ્ટેમ્બર ના રોજ મોડેલ હોટલમાં ચેકિંગ કર્યું હતું અને બાદમાં ભોજન કરવા માટે ઓર્ડર પણ આપ્યો હતો જ્યારે બીજા દિવસે 29 સપ્ટેમ્બર ના રોજ ગુરુવારે હોટલના વેટર બેલ માર્યો પરંતુ ખાસ્સા સમય દરમિયાન પણ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો.
ત્યારબાદ હોટલ મેનેજમેન્ટને આ અંગેની જાણકારી આપી હતી અને બાદમાં મેનેજર તાત્કાલિક ધોરણે પોલીસ કર્મચારીઓને ફોન કરીને આની માહિતી આપી હતી હોટેલમાં આવ્યા બાદ પોલીસ કર્મચારીઓએ માસ્ટર કી થી દરવાજો ખોલી નાખ્યો હતો અને અંદર મોડલ પંખા સાથે હાલતમાં જોવા મળી હતી પોલીસને આ રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી હતી.
View this post on Instagram
હોટલ રૂમમાં મળેલી સુસાઇડ નોટ એ લખ્યું હતું કે ક્ષમા કરો આ માટે કોઈપણ વ્યક્તિ જવાબદાર નથી કોઈને હેરાન ના કરતા. હું ખુશ નથી અને મારે બસ હવે શાંતિ જોઈએ છીએ, પોલીસ કર્મચારીઓએ એ ડી આર હેઠળ કેસ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા પાછળ જીવંતી ખુશ ન હોવાનું કારણ હતું કે કોઈ અન્ય વાત તેની તપાસ પોલીસ કર્મચારીઓ અત્યારે કરી રહ્યા છે.