મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવતી મુસાફરોની બસ પલટી ખાઈ ગઈ ઘટના સ્થળે જ ત્રણ લોકોના મૃત્યુ… Gujarat Trend Team, August 8, 2022 મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવતી બસને એક ગમકવાર અકસ્માત નડિયાદના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. બસને ખજુરી ઘાટ પાસે આ અકસ્માત નડ્યો હતો મજૂરોથી ભરેલી આખી બસને અકસ્માત નડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે સાથે સાથે 11 લોકો ઘાયલ પણ થયા છે. જાણવા મળતી માહિતી મુજબ તમામ લોકો રોજગારી માટે ગુજરાત આવી રહ્યા હતા. તમામ મુસાફરો ગ્વાલિયર ના રહેવાસી હોવાની જાણકારી મળી છે ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે ઊંઝામાં આજ સવારથી જ ભારે વરસાદ રહ્યો છે ભારે વરસાદને કારણે વેચાણ વાળા વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે જનજીવન પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. તમને જણાવી દઈએ તો હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. સમાચાર