નફીસા અને રમીઝ બન્ને પતિ-પત્નીની જેમ લિવ ઈનમાં રહેતા, નફીસાએ અંતિમ વિડિયો બનાવીને કહ્યું, પતિની જેમ હક કર્યો અને જયારે લગ્નની વાત આવી તો…

વડોદરા શહેરના તાંદલાજા વિસ્તારમાં રહેતી નફીસાએ અમદાવાદમાં રહેતા તેના બોયફ્રેન્ડ રમીઝએ લગ્ન કરવાની ના પાડી એટલે આત્મહત્યા કરી લીધી હતી. નફીસા પણ તેની રૂમમેટ શબનમ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. શબનમે મીડિયાને જણાવ્યું કે રમીઝ નફીસાના ઘરનું ભાડું આપતો હતો અને બંને પાંચ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા.

નફીસાની રૂમમેટ શબનમે કહ્યું, “હું છેલ્લા પાંચ મહિનાથી નફીસા સાથે ભાડાના મકાનમાં રૂમમેટ તરીકે રહેતી હતી.” નફીસાને અમદાવાદના રમીઝ નામના યુવક સાથે ગાઢ પ્રેમ હતો. પરંતુ રમીઝ લગ્નનું વચન આપીને ફરી ગયો હતો. ખૂબ જ હતાશ થઈને નફીસાએ આત્મહત્યા કરી લીધી. નફીસા અને રમીઝ છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે અને લિવ-ઈનમાં રહે છે. નફીસાના ઘરનું ભાડું અને વીજળી બિલ સહિતનો તમામ ખર્ચ રમીઝ ઉઠાવતો હતો. રમીઝ નફીસાના ભાડાના મકાનમાં આવતો હતો અને બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. મારા પતિ અને હું તેમજ નફીસા અને રમીઝ પણ ઘરમાં રહેતા હતા.

નફીસાએ વડોદરામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી “નફીસાએ આત્મહત્યા કરી ત્યારે હું ઉપરના માળે સૂતી હતી,” શબનમે કહ્યું, જે આપઘાત પહેલા સવારે 4 વાગ્યા સુધી ઓનલાઈન હતી. અમે રાત્રે 3 વાગ્યા સુધી સાથે હતા. પણ પછી તે આવું પગલું ભરશે એવું લાગતું ન હતું. હું ત્યારબાદ સુઈ ગઈ હતી કારણ કે મારે સવારે 9 વાગ્યે કામ પર જવાનું હતું. સવારે જ્યારે મેં આ પડદો હટાવીને જોયું તો તેને પંખે લટકતી જોઈને હું ચોંકી ગઈ અને પોલીસ તેમજ તેના પરિવારજનોને જાણ કરી. નફીસા પણ સાંજે 4 વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર ઓનલાઈન હતી.

રમીઝનો પરિવાર નફીસા સાથે લગ્ન કરવાની વિરુદ્ધ હતો. રિપોર્ટ્સ અનુસાર, રમીઝના પરિવારે નફીસાને અપનાવી લેવાની ના પાડી દીધી હતી. આથી પરિવારે તેને પણ ઘરમાંથી કાઢી મુક્યો હતો. નફીસા હંમેશા કહેતી હતી કે, હું રમીઝ સાથે લગ્ન કરવા માંગુ છું, હું તેના વિના રહી શકતી નથી. શબનમે કહ્યું, “મારી બહેન નફીસા જેવી મિત્રએ રમીઝના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.” તેને ન્યાય મળવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *