બોલિવૂડ

નરગિસ ફાખરી સ્ટાઇલિશ લૂકમાં ફોટા શેર કરીને મચાવી ધૂમ -જુઓ તસ્વીરો

બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરીએ સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ સ્ટાઇલિશ લૂક શેર કર્યો છે. નરગિસ ફખરીએ તેની પહેલી ફિલ્મ રોકસ્ટારથી બોલિવૂડમાં ધૂમ મચાવી છે. નરગિસ ફખરી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. નરગિસ ફખરી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાઇ છે, જેમ કે “હાઉસફુલ ૩”, મેં તેરા હિરો અને મદ્રાસ કૈફે. ૨૦૧૩ માં, નરગિસે ‘ફટા પોસ્ટર નિકલા હિરો’માં’ ધતિંગ નાચ’માં એક આઇટમ નંબર કર્યો હતો, જેને પ્રેક્ષકોને ખૂબ ગમ્યું હતું.

આ સિવાય નરગીસે ​​વરુણ ધવન અને ઇલિયાના ડીક્રુઝ સાથે ફિલ્મ મેં તેરા હીરોમાં કામ કર્યું હતું. નરગિસ ફખરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૬.૮ મિલિયન ફોલોઅર્સ છે. નરગિસ ફખરી એક ભારતીય-અમેરિકન મોડેલ અને અભિનેત્રી છે. નરગિસ યુએસ રિયાલિટી શો અમેરિકન મોડેલ સીઝન ૨ નો ભાગ રહી ચૂકી છે. ફખરી બોલિવૂડ ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે જોવા મળી હતી. ફખરી હોલીવુડની ફિલ્મ જાસૂસમાં સહાયક ભૂમિકા તરીકે જોવા મળી છે.

ફખરીનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. ફખરીના પિતાનું નામ સ્વર્ગસ્થ મોહમ્મદ ફખરી છે, જે પાકિસ્તાનના વતની હતા. તેની માતાનું નામ મેરી છે. ફખરીના માતાપિતા જ્યારે તે ફક્ત ૬ વર્ષની હતી ત્યારે છૂટા પડ્યા હતા. કિશોર વયે તેના પિતાનું અવસાન થયું હતું. નરગિસની ફિલ્મી કરિયરની શરૂઆત દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારથી થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર હિટ રહી હતી. ફિલ્મના બંને લીડ્સને આ ફિલ્મ માટે આઈફા હોટેસ્ટ જોડી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nargis Fakhri (@nargisfakhri)

ત્યારબાદ ફખરી ફિલ્મ મદ્રાસ કાફેમાં પત્રકાર તરીકે દેખાયા હતા. આ સિવાય નરગિસ આઈટમ ગર્લ તરીકે પણ બે ફિલ્મોમાં જોવા મળી છે. જેમાંથી એક તેનું શાહિદ કપૂર સાથેનું આઈટમ સોંગ હતું અને બીજું બજરંગી ભાઈ જાન સલમાન ખાન સાથે હતું. ફખરી હોલીવુડની કોમિક ફિલ્મ સ્પાઈમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Nargis Fakhri (@nargisfakhri)

નરગીસ ફખરી નાનપણથી જ સુંદર હતી, આથી જ તેણે સોળ વર્ષની ઉંમરે મોડેલિંગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું. વર્ષ ૨૦૦૪ માં, તેણે અમેરિકા નેક્સ્ટ ટોપ મોડેલ રિયાલિટી સિરીઝમાં પણ ભાગ લીધો. શરૂઆતમાં તેણે ફ્રીલાન્સ કામ પણ કર્યું છે. ૨૦૦૯ માં, ફખરીને એક નવી ઓળખ મળી જ્યારે તેણીએ કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું અને તેનો ફોટો પણ છાપવામાં આવ્યો હતો.‌ મોડેલિંગ પછી તે ફેશન શો ત્યારબાદ નરગિસ કિંગફિશર કેલેન્ડર શૂટ ખૂબ જ ટૂંક સમયમાં બોલીવુડના જગતના લોકોની નજરમાં આવી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Nargis Fakhri (@nargisfakhri)

૨૦૧૬ માં, તેણે પોતાની પ્રથમ તમિલ ફિલ્મ સાગસમ બનાવી હતી, જેમાં તેનું એક ગીત દેશી ગર્લ દ્વારા તે લોકોને પસંદ આવી હતી અને તેને સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઓળખ મળી હતી. ૨૦૧૮ માં, નરગિસ ફખરીએ રેસ ૩, ૫ વેડિંગ (અંગ્રેજી ફિલ્મ), તોરબાઝ અને અમાવસ મૈં જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *