નાના બાળકોને ઘરે એકલા મૂકીને બહાર જનારા માતા પિતા ચેતજો, આ ઘટના તમારા રૂવાડા બેઠા કરી દેશે, બાથરૂમમાં 20 લીટરની પાણી ભરેલી ડોલે 14 મહિનાની બાળકીનો જીવ લીધો… Gujarat Trend Team, October 18, 2022 હરિયાણાના રોધક ભૈની ભૈરવ ગામમાં 14 મહિનાની બાળકી પાણીની ડોલમાં ડૂબી જવાને કારણે આખી ઘટના ચારે તરફ ચકચાર બની હતી માસુમ બાળકના માતા પિતા કામ ધંધા અર્થે ઘરની બહાર ગયા હતા અને ત્યારે મોટી બે બહેનો સાથે 14 મહિનાની માસુમ બાળકી ઘરે હતી અને ત્યારે જ બાળકી સાથે રમત રમતમાં જ થઈ ગયું એવું કે પાણીની મોટી ભરેલી ડોલમાં બાળકી ઉંધા માથે પડી ગઈ હતી જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ કમ કમાટે ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ ઘરમાં ત્રણ દીકરીઓ મોજુદ હતી જ્યાં સૌથી નાની દીકરી જે ફક્ત 14 મહિનાની જ છે તેને હજી પોતાના પગ ઉપર ઉભી પણ નથી રહી શકતી જેના કારણે બાળકી ગોઠવણીએ થી ચાલે છે, બાળકી ગોઠવણી એ ચાલતા ચાલતા બાથરૂમમાં પહોંચી ગઈ હતી અને બાથરૂમમાં પાણી ભરેલી 20 લીટર ની ડોલ હતી તેમાં બાળકી હાથ નાખીને રમવા લાગી હતી. અને આ દરમિયાન જ પાણીની ડોલમાં બાળકી ઊંધે માથે પડી હતી. માથાના ભાગે નીચે પડવાને કારણે બાળકી હલનચલન પણ કરી શકતી ન હતી કે જેથી કરીને તે ડોલમાંથી બહાર આવી શકે જ્યારે પરિવારના લોકો ઘરે પહોંચ્યા અને ત્યારે જોયું કે 14 મહિનાની નાની બાળકી પાણીની ડોલમાં ઊંધા માથે પડેલી હાલતમાં છે જેને તાત્કાલિક ધોરણે પાણીની ડોલમાંથી બહાર કાઢવામાં આવી હતી. સૌરભ ના જણાવ્યા અનુસાર તેને ત્રણ દીકરીઓ છે, જ્યાં પિતા ગાડીઓ પર ડિન્ટિંગ પેઇન્ટિંગ નું કામ કરે છે જ્યાં શનિવારના રોજ પોતે પોતાના નિયમિત અનુસાર નોકરી ઉપર ગયો હતો અને આ દરમિયાન ઘરમાં પોતાની પત્ની સહિત ત્રણ બાળકો હાજર હતા જ્યાં સાંજ પડતા પત્ની કંઈક કામ અનુસાર ઘરની બહાર ગઈ હતી અને ઘરની અંદર ત્રણ દીકરીઓ હાજર હતી. અને ત્યારે જ 14 મહિનાની નાની બાળકી પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું પરિવારજનોએ બાળકીને ડોલમાંથી કાઢીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તપાસ દરમિયાન બાળકીને મૃત જાહેર કરી હતી અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરી હતી મહેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ દરમિયાન જણાવ્યું કે આ સમગ્ર દેશની માહિતી મળતા જ પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ એક અકસ્માત અને કારણે બાળકીનું મૃત્યુ થયું છે. સમાચાર