નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા ખબર વચ્ચે ખોડલધામનું સૌથી મોટુ નિવેદન

પાટીદાર મૂખ્ય કહેવાતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન એવા નરેશ પટેલના કોંગ્રેસમાં જોડવા અંગે સસ્પેન્સ હજી પણ રહેલું છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વિચારધારના વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ પટેલ તરફ થી મોટી વાત સામે આવી રહી છે. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કહેવાતા નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને ખોટી કહી દીધી છે. તેની સાથે હસમુખ પટેલે કહ્યું હતું કે હાલ સર્વે ચાલી રહ્યો છે. જે પૂર્ણ થયા પછી જ જાહેર કરવામાં આવશે. અત્યારે તો નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું કઈ પણ રીતે નક્કી નથી.

તમને જણાવી દઈએ કે, આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે માટે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામતના આંદોલનના કારણે કોંગ્રેસનું ખુબ જ સરસ પ્રદર્શન જોવા મળ્યું હતું. અને પાર્ટીને 77 જેટલી બેઠકો પણ મળી હતી.. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ચૂંટણી પ્રભારી રહ્યા હતા. જ્યારે આ વખતે ગહેલોતના નિકટના મનાતા રાજસ્થાનના જ ડૉ રઘુ શર્માને ગુજરાતની કમાન આપવામાં આવી છે.

આગળ વાત કરીએ તો ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનું હોવાથી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે તમામ પાર્ટીઓમાં ખુબ જ ઝડપથી કામ કાજ ચાલી રહ્યા છે. પરંતુ નરેશ પટેલ તરફથી કોઈ પણ વસ્તુ કહેવામાં એવી નથી. થોડાં સમય પહેલાં જ નરેશ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગે તેઓ વિચારવા માટે હજી ઘણો સમય લેવા માંગે છે.

સમાજમાં સર્વે ચાલતો હોવાથી નિર્ણય લેવો અઘરો બની ગયો છે. આ એક લાંબી પ્રક્રિયા અને વિશાળ પ્રક્રિયા છે. પાટીદાર સમાજનું ખૂબ મોટું નેટવર્ક રહેલું છે. શહેરો, જિલ્લા, તાલુકા, ગામડાંઓમાં આ વાત પહોંચી રહી છે અને પાટીદારોનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે. હું દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યો છું અને હજુ પ્રવાસ શરૂ જ રહેશે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.