સમાચાર

નવસારીના પર્વતીય વિસ્તાર ના આદિવાસીઓ મજૂરી માટે પેહલા ખુબ જ દૂર જતા હતા, આજે ખેતી કરીને કરોડોની કમાણી કરે છે

નવસારીના ડુંગરાળ વિસ્તાર વાંસદાના આદિવાસીઓ રોજગાર માટે પોતાનો ઘર વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ મજૂરી કરવા જતા હતા. વાંસદાનું એક નાનકડું ગામ લછકારી તેના આંબાના કલમ માટે ભારતભરમાં પ્રખ્યાત બન્યું છે. વાંસદા તાલુકો નવસારી આદિવાસી પટ્ટામાં આવેલો ડુંગરાળ પ્રદેશ છે. અહીં ખેતી કરવી પણ મુશ્કેલ છે, તેથી વાંસદાના આદિવાસીઓ રોજગાર માટે નજીકના તાલુકા અને જિલ્લાઓમાં સ્થળાંતર કરે છે.

ખેડૂત રાજેશ ગાવિત જેઓ વાસંદાના લાછકારી ગામમાં રહે છે. તેઓએ દસ વરસ પહેલા બાયફ સંસ્થા માંથી આંબાની કલમ બનાવવાની તાલીમ લીધી હતી. દસ વર્ષ પહેલા તાલીમ લીધા બાદ તેઓએ આંબાની કલમ બનાવવાનું શરૂ કર્યું હતું. 500 કેરી ની કલમ બનાવવાનો ધંધો આજે ૩૦ હજારથી પણ વધુ કેરીની કલમો બનાવવા સુધી પોંહચી ગયો છે. રાજેશભાઈ જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૨૦ કરતાં પણ વધુ લોકોને રોજગારી આપે છે.

તેમજ પોતાની પાંચ એકર જમીનમાં લગભગ ૮૦૦ જેટલા આંબાના વૃક્ષો છે જેના ઉપર પાકેલી કેરીને ઉતારવામાં, આંબાની કલમ બનાવવામાં તેમજ તેની માતૃ વૃક્ષ ની ડાળીઓ કાપવા નું કામ આપીને તેમને રોજગારી આપે છે. આજની તારીખમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ચાલતા નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લાછકારી ગામમાંથી આંબાની કલમો લઈ જાય છે.

ઉપરાંત ટૂંકી અને ડુંગરાળ જમીનમાં ઉગાડવામાં આવતી કેરીઓ જેવી કે કેસર, દશેરી,રાજપુરી, તોતાપુરી ના ભાવ પણ બજારમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. તેઓ વાર્ષિક ૨૦ લાખથી વધુ કમાણી કરે છે. રાજેશભાઈ ગાવિત એ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે. તેમની સાથે કામ શીખી ને અન્ય ખેડૂતો પણ હવે આંબાની કલમ બનાવવાનું શીખી ગયા છે.

નવસારી અને વલસાડમાં આંબા અને ચીકુની વાડીઓમાં વર્ષોથી કામ કરતા આદિવાસીઓને તેમના વિસ્તારમાં પશુપાલન કે ખેતી કરવાની તક મળી છે, ત્યારે આદિવાસીઓએ પણ તેમના અનુભવનો ઉપયોગ ડુંગરાળ વિસ્તારોમાં વાડીઓ બનાવવા માટે કર્યો છે. કામદારો માંથી માલિકો બન્યા છે.

Leave a Reply

Your email address will not be published.