સમાચાર

નવસારીમાં પૂર્વ બોયફ્રેન્ડે ઘડ્યું કાવતરું, લગ્નમાં મળેલી ગીફ્ટ ખોલતાની સાથે જ થયો વિસ્ફોટ, વરરાજા સહીત ભત્રીજો થયો ઘાયલ

વાંસડાના મીંઢાબારી ગામે લગ્નમાં લગ્નની ભેટમાં આપેલા રમકડા ચેક કરતી વખતે એક રમકડું ફાટતાં હોબાળો થયો હતો. ભેટમાં મળેલું રમકડું ચાર્જ કરવા જતાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવિત અને તેનો 3 વર્ષનો ભત્રીજો ગિયાન ગાવિત ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વરરાજા લતેશ ગાવિતને હાથ, માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. વિસ્ફોટમાં લતેશનો ડાબો હાથ કાંડામાંથી છૂટો પડી ગયો હતો.બંનેની આંખોમાં ગંભીર ઇજા થતાં નવસારી આંખની હોસ્પિટલમાં રીફર કરાયા છે. તેમના ભત્રીજા જીયાનને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. આ ભેટ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કંબોયા રાજુ પટેલ દ્વારા મોકલવામાં આવી હતી, જે તેની મોટી પુત્રી સાથે લિવ-ઈનમાં રહેતો હતો.

ઘટના બાદ પરિવારજનોએ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યએ ભાજપના કાઉન્સિલર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ભાજપના મહિલા સદસ્યએ કહ્યું કે, મેં ભ્રષ્ટાચાર રોકવાનો પ્રયાસ કર્યો, તેથી મારા પર હુમલો થયો.

મહેસાણાની ઊંઝા નગરપાલિકામાં ભાજપના મહિલા કાઉન્સિલર પર હુમલાનો ભોગ બનેલા ભાજપના મહિલા કાઉન્સિલર કામિનીબેન સોલંકીએ ભાજપ શાસિત પાલિકાના સભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા છે. કામિનીબેને જણાવ્યું હતું કે દૂધ સમિતિમાં ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે મારે ભ્રષ્ટાચાર રોકવા માટે અવાજ ઉઠાવવો પડ્યો છે.

નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રોકવા માટે મેં અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે મારા પર વારંવાર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને મને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કામિનીબેન સોલંકીએ ભાજપના મહિલા કાઉન્સિલર પ્રિયંકાબેન પટેલના પતિ સહિત ચાર લોકો સામે એક્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે જ્યારે હુમલામાં ઘાયલ મહિલા કાઉન્સિલર મહેસાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.