પુરની સ્થિતિને કારણે હજારો લોકો પ્રભાવિત થયા, ગુજરાત મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે બંધ…

આપણે સૌ જાણીએ છીએ તેમ નવસારી જિલ્લામાં વરસાદ એ પોતાનું જોર બરોબર જમાવ્યું હતું જેના કારણે આખો નવસારી જિલ્લો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે. નવસારી ની કેટલીક નદીઓ પણ ગાંડીતુર બની હતી. દક્ષિણ ગુજરાતમાં વધારે પડતા વરસાદને કારણે નવસારી જિલ્લાને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નવસારીમાં નાગરિકોની સુરક્ષા માટે જિલ્લા કલેકટરે ચીખલી અલીપોરથી વલસાડ સુધીનો હાઇવે બંધ કરી દીધો છે.

નવસારી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ગત રાત્રિથી ડિઝાસ્ટર કચેરીમાં હાજર છે. જીલ્લામાં NDRFની બે ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. તો એક નવસારીમાં અને એક બીલીમોરામાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. સુરત અને વલસાડથી વધુ બે NDRF ટીમોને બોલાવવામાં આવી છે. સ્થળાંતરમાં મદદ કરવા માટે

જિલ્લામાં પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 14,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી-અલીપુર રોડ પર
કાવેરી નદીમાં પૂર આવતાં પાણી ફરી વળ્યા છે. આ કારણોસર ચીખલી અલીપોર થી વલસાડ સુધીનો હાઇવે બંધ કરી દીધો છે.

વનાસદા વઘઈ માર્ગ પર નાની વઘઈ પાસે રોડ પર પાણી ભરાઈ જતાં નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાથી મહારાષ્ટ્ર જતો વઘઈ વાંસદા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ પર અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. કારમાં બેઠેલા બે લોકોને બચાવી લેવાયા હતા. વાહનવ્યવહારની સાથે નોકરિયાતોને પણ આ માર્ગ પરથી મુસાફરી કરવા માટે મોટી હાલાકી સામનો કરવો પડ્યો છે..

Leave a Reply

Your email address will not be published.