સમાચાર

નવું વર્ષ આવ્યું અને તેની સાથે જ લાવ્યું મોટી આગાહી આ વિસ્તારોમાં ઠંડી સાથે સાથે વરસાદી માવઠું

2021નું જાણે પનોતી લઇને આવ્યું હતું ત્યારે શું આ પનોતી વર્ષ 2022માં ખતમ થઇ જશે કે પછી તકલીફો વધશે…પરંતુ એંધાણ એવા વર્તાઇ રહ્યા છેકે તકલીફો વધે તો નવાઈ ની વાત નથી કેમ કે નવું વર્ષ બેસતાની સાથે જ ખેડૂતો માટે આવી રહી છે એક મોટી મુસીબત કેમકે નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોને ફરી એક વખત કરવો પડી શકે છે ભારે માવઠાનો સામનો

ભારે પવન સાથે વરસાદ બોલાવી શકે છે બઘડાટી ખેડૂત જે હંમેશા કુદરતી સામે વામણો સાબિત થયો છે દર વર્ષે ખેડૂતોને કોઈ ને કોઈ કુદરતી આફતોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે વર્ષ 2022ની શરૂઆતમાં જ ખેડૂતો માટે કરાઇ છે આ મોટી આગાહી કોણે કરી વર્ષ 2022 માટે ખેડૂતો માટે સૌથી મોટી આગાહી ? અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટી આગાહી કરતા કહ્યું કે વર્ષ 2022ની શરૂઆતમાં ખેડૂતો માટે એક મોટી તકલીફ અને નુકસાની લઈને આવે તો નવાઈ ની વાત નથી.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવા વર્ષની શરૂઆતમાં તારીખથી લઈ 11 તારીખની વચ્ચે માવઠા સાથે ભારે પવન ત્રાટકી શકે છે જેના કારણે ખેડૂતોનો રહ્યોસહ્યો પાક પણ ખતમ થઈ જાય તેવી સ્થિતી સર્જાશે આમ વર્ષ 2022 ની શરૂઆત જ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવી શકે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જાન્યુઆરી મહિનો જ વાદળછાયા ઠંડીનો અનુભવ કરાવશે લઘુત્તમ તાપમાન વધુ ને વધુ નીચે જશે

આ ઉપરાંત ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાના કારણે જાન્યુઆરી મહિનાની તારીખે 11 તારીખ સુધી સમગ્ર ભારતમાં કોલ્ડવેવની અસર જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર ગ્રહોનું રાશિ પરિવર્તન પણ મહત્વનો ભાગ ભજવશે નક્ષત્રના નાડી યોગના કારણે પૃથ્વી તત્વ રાશિમાં પ્રવેશી ગઈ છે તેથી આ રાશિમાં હવામાનમાં અચાનક પલટો આવી જશે સવારે હાડ થિજવી નાંખે તેવી ઠંડી જ્યારે બપોરે વાદળો ખેંચાઇ આવશે અને ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે

આમ નવા વર્ષની શરૂઆતમાં લોકોને ખૂબ જ આ તકલીફનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને ખેડૂતોને આ કુદરતી મોટી આફતોનો સામનો કરવાનો વારો આવી શકે છે આમ તો વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી થશે તેવી વાત કરવામાં આવી હતી. પરંતુ કુદરતી સામે વામણો પુરવાર થયેલ ખેડૂત હાલમાં તેમનો બચ્યો પાક પણ બચાવી શકે તો સારી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *