સમાચાર

લસણના ફોતરા ક્યારેય ફેકશો નહિ, આ બીમારીથી આપે છે છુટકારો

દરેક લોકો લગભગ શાકભાજી બનાવવા માટે લસણનો ઉપયોગ તો કરતા જ હશે. તેમાં રહેલા પોષક અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોને લીધે, આપના શરીરની રોગપ્રતિકારક શક્તિ રોગોથી રક્ષણ આપે છે. જો તમારે ફિટ અને બરાબર રહેવું હોય તી, નિષ્ણાતો ખાસ કરીને નિયમિત ૩-૪ લસણની કળીઓ ખાવાની સલાહ આપે છે.

પરંતુ દરેક વ્યક્તિ પહેલા લસણની છાલ કાઢી નાખે છે અને તેની છાલને નકામી સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ હકીકતમાં, લસણની જેટલું ફાયદાકારક છે, તેટલા જ તેના ફોંતરા પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તમને આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગતું હશે. પરંતુ લસણના છોંતરા સ્વાસ્થ્યની સાથે ત્વચાની સમસ્યાઓથી પણ રાહત આપતા હોય છે. તેથી, આજે અમે તમને લસણના ફાયદાને બદલે લસણના ફોતરાના ફાયદા વિશે જણાવીશું.

બીમારીઓથી બચાવ: મોસમી રોગોથી બચવા: લસણના ફોતરા શરદી, ખાંસી, અને મોસમી રોગોથી રાહત મેળવવા માટે લાભદાયી ગણાય છે. આ માટે, સૌ પ્રથમ લસણના ફોતરાને ધોઈ નાખો અને તેને પાણીમાં ઉકાળવા મૂકી દો. ત્યાર બાદ તૈયાર કરેલો ઉકાળો અથવા પાણી પીવાથી મોસમી રોગોથી રાહત મળે છે.

સ્નાયુઓમાં દુખાવો: સ્નાયુઓમાં દુખાવો, જડતા અને ખેંચાણની સ્થિતિમાં પણ લસણના ફોતરા ખુબ જ અસરકારક છે. આ માટે, લસણના ફોતરાને ધોઈ નાખો અને તેને પાણીમાં ઉકાળવા દો. ૧૦-૧૫ મિનિટ પછી, આ પાણીને ગાળી લો અને સૂતા પહેલા નવશેકુ પાણી પીવો જેનાથી તમને ફાયદો મળશે.

ત્વચાની ખંજવાળની ​​સમસ્યા દૂર થશે: ત્વચામાં શુષ્કતા વધવાથી ખંજવાળ અને બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-વાયરલ ગુણવાળા લસણના ફોતરા એકદમ અસરકારક માનવામાં છે. આ માટે લસણા ફોતરાને ધોઈ અને પાણીમાં ઉકાળી. તૈયાર પાણીને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો અને થોડો સમય રહેવા દો અને પછી તાજા પાણીથી ધોઈ નાખો.

પગનો સોજો ઓછો થઈ જશે: પગમાં સોજાની સમસ્યાથી પીડિત લોકો પણ લસણના ફોતરાનું સેવન કરી શકે છે. આ માટે લસણના ફોતરાને પાણીમાં ઉકાળો. પછી ટબમાં નવશેકું પાણી લો અને તેમાં પગ રાખો. તેનાથી પગમાં સોજો અને દુખાવાથી ઘણી રાહત મળશે. ત્વચાની સમસ્યાઓ દૂર કરો: લસણના ફોતરાની પેસ્ટ અથવા પાવડર બનાવો અને તેને ગુલાબજળમાં મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટ કે પાવડર ચહેરા પર થોડો સમય લગાવો અને તેને પછી તાજા પાણીથી સાફ કરી લો. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ ગુણધર્મો, પિમ્પલ્સ, સ્ટેન દૂર કરીને ચહેરાને સાફ અને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે.

વાળની ​​વૃદ્ધિમાં વધારો: લસણના ફોતરા વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, લસણના ફોતરા થોડી વાર પાણીમાં પલાળી રાખો. પછી તેની પેસ્ટ બનાવો અથવા લસણના પાણીમાં ઓલિવ તેલ અને લીંબુનો રસ ભેળવી દો. તૈયાર કરેલા પેસ્ટને વાળ પર હળવા હાથે માલિશ કરો. ૧૦-૧૫ મિનીટ રહેવા દો અને પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. તે વાળ ખરવા અને ખોડાની સમસ્યા દૂર થશે જો તમે ઇચ્છો, તો તમે લસણનો પાવડર તેને સૂર્યપ્રકાશમાં સૂકવી દો અને પછી તેને મિક્સરમાં પણ બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *