છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો ફેવરીટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રહ્યો છે અને તેમાં દર્શકોના સૌથી લોકપ્રિય અને મનપસંદ કલાકાર દયાભાભી રહ્યા છે. પરંતુ કેટલાક વર્ષોથી દયાબેન શો મા દેખાયા નથી પરંતુ કેટલાક સમયથી દયાબેન ના વાપસીના સમાચારો આવી રહ્યા છે.
પરંતુ સીરીયલના પ્રોડ્યુસર આસિત મોદીએ કન્ફર્મ કરી દીધું હતું કે હવે સિરિયલમાં દિશા વાકાણી એટલે કે દયા બેન પાછા આવશે નહીં. અને છેલ્લા કેટલાક સમયથી નવા દયાભાભી ના રોલ માટે કેટલાક ઓડિશન નો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. હવે અત્યારે ચર્ચાનો વિષય બની રહ્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નવા દયાભાભી કોણ છે અને તે બેબી નું પાત્ર કેવી રીતે ભજવશે તે એક લોકો માટે ઉત્સાહનો વિષય બની ગયો છે.
દયા ભાભી ની સિરીયલ માં કેવી હશે નવી એન્ટ્રી તે જોવાનું રહ્યું. તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ 2017માં છેલ્લે જોવા મળી હતી બાદમાં તેણે શૉ ને અલવિદા કરી દીધો હતો. નવા દયા ભાભીની વાત કરીએ તો સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 90ના દાયકામાં આવતી ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘હમ પાંચ’ સ્વીટી માથુર નો રોલ નિભાવનાર અભિનેત્રી રાખી વિજનને દયાબેન નારોલ તરીકે પસંદ કરવામાં આવી છે.
રાખી વિજને ઘણા લોકપ્રિય શો માં જો મળી છે તેમણે પોતાનું કરિયરની શરૂઆત દેખ ભાઈ દેખ થી એક્ટીંગ ચાલુ કરી હતી ત્યારબાદ તેઓ અલગ અલગ સીરીયલ અને શોમાં જોવા મળી હતી. રાખી 2019 માં છેલ્લે તેરા કયા હોગા આલિયા સિરિયલમાં જોવા મળી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ટીવી જગતના સૌથી પ્રખ્યાત બિગ બોસમાં પણ રાખી જાય ચૂકી છે અને ત્યાં સ્પર્ધક રૂપે બીજા સિઝનમાં જોવા મળી હતી. રાખીના પર્સનલ લાઈફ ની વાત કરીએ તો તેમણે રવિના ટંડનના ભાઈ સાથે લગ્ન કર્યા હતા જોકે બાદમાં 2010માં બંને છૂટા પડી ગયા હતા.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.