સમાચાર

નાઈટ કર્ફ્યૂ સાથે અહીં દિવસે લાગી કલમ 144 લાગુ, સ્કૂલ-કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ

રાત ના અગિયાર વાગ્યાથી સવાર ના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવશે મહારાષ્ટ્રમાં લાગુ કરાઈ 144 કલમ, સ્કૂલ અને કોલેજ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના ના 44, 388 નવા કેસ આવ્યા છે મહારાષ્ટ્રમાં કોરોના ની ત્રીજી લહેરે ના મામલે ખૂબ મોટું સ્વરૂપ લીધું છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના ના કેસો ખૂબજ વધી રહ્યા છે જેમાં ૧૨ લોકોનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે મહારાષ્ટ્રમાં કોરોના નું સંક્રમણ અટકાવવા માટે કેટલાક પ્રતિબંધો લાદવામાં આવી દીધા છે.

નવી ગાઈડલાઈન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11:00 થી તો સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ એલાન કર્યું છે સવારે પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી 144 કલમ લાગુ કરી દીધી છે. એક દિવસમાં પાંચથી વધારે લોકો એકઠાં થઈ શકે નહીં. નવી ગાઈડલાઈન અનુસાર મહારાષ્ટ્રમાં 15 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. જરૂર વગર ઘરની બહાર નીકળવા પર બિલકુલ ના પાડવામાં આવી રહી છે.

હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે આથી મહારાષ્ટ્રમાં પણ કેટલાક પ્રતિબંધ રાખવામાં આવ્યા છે ગાર્ડન,રમવાના મેદાન, ફરવાનું સ્થળ સ્વિમિંગ પૂલ, સ્પા જીમ, વેલનેસ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ હેર કટીંગ માટે સલૂન પણ 50 ટકા ની ક્ષમતા સાથે ખુલ્લા રાખવામાં આવ્યા છે. કિલ્લાઓ,લાઇબ્રેરી મનોરંજન પાર્ક ને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

જિમ અને બ્યુટી પાર્લર ને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને અને જો જીમ અને બ્યુટી પાર્લર ને ખુલ્લું રાખવું હશે તો પચાસ ટકા ની ક્ષમતા સાથે ખુલ્લું રાખવામાં આવશે જો કોઈ ઇમરજન્સી કામ જણાય તો જ રાત્રે બહાર નીકળવાનું વેલીડ રાખવામાં આવશે શાળા અને કોલેજો પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ એ પણ જરૂર પડે તો જ બહાર નીકળવાનું રહેશે. સરકારી ઓફિસોમાં પણ અધિકારીઓ સિવાય કોઈને એન્ટ્રી મળશે નહીં લગ્ન તેમજ અન્ય સામાજિક કાર્યક્રમમાં 50થી વધારે લોકોએ ભેગા થવું નહીં. મરણ પ્રસંગમાં પણ 20થી વધારે ભેગા થઈ શકાશે નહીં.

મહારાષ્ટ્રમાં પોલીસ કર્મીઓ પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધી ટોટલ 114 પોલીસ કર્મી કોરોના સંક્રમણ ના ઝપેટમાં આવી ગયા છે તો કેટલાક પોલીસકર્મીઓ મરી પણ ગયા છે સૂત્રો અનુસાર મુંબઈમાં કુલ ૧૮ આઇપીએસ ઓફિસર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસ 6 જાન્યુઆરી 20,181 7 જાન્યુઆરી 20, 971 8 જાન્યુઆરી 20,318 9જાન્યુઆરી 19,474 મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ વધીને 2 લાખ 2 હજાર 259 થઈ ગયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,41,639 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1216 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 15,351 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *