સમાચાર

2022 ની શરૂઆત સિંહો માટે રહી ઘાતક જાણો કેવી રીતે થયા બે સિંહના મોત?

વારંવાર આકસ્મિક અથવા તો અકાળે સિંહોના મોત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આ વખતનું કારણ ખૂબ જ ગંભીર છે કેમકે ગીરનું ઘરેણું ગણાતા બે સાવજના આ વર્ષની શરૂઆતમાં જ મોત થયા છે આખરે કેવી રીતે થયા બે સિંહના મોત ? સિંહો જ્યારે શિકાર કરે છે ત્યારે તેના પંજામાંથી શિકાર બચી શકતો નથી.

પરંતુ આ ઘટનામાં શિકારી ખુદ શિકાર થઈ ગયા આ ઘટના બની છે શેત્રુંજી ડિવિઝનમાં જ્યાં ફરી એક વખત સિંહોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છેકેમકે વર્ષના પ્રથમ દિવસે જ બે સિંહોના મોત બાદ વન વિભાગ દોડતું થઇ ગયું છેઅમરેલીના પાલીતાણામાં આવેલ છે શેત્રુંજી ડિવિઝનમાં બે સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં ગમગીની પ્રસરી ગઇ છે આ સમગ્ર ઘટના બની રાજુલા કડીયાળી ગામે જ્યાં નીલગાયનો શિકાર કરતા સમયે સિંહો તેની પાછળ દોડી રહ્યા હતા અને તે સમયે સિંહ કૂવામાં ખાબક્યો.

ઘટના બનતાંની સાથે જ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું પરંતુ કમનસીબે સિંહનું મોત થઈ ગયું કુવામાં ખાબકેલા સિંહને બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યારે ભાવનગરના ખુટવડા નજીક વાડી વિસ્તારમાંથી પણ સિંહનો મૃતદેહ મળી આવ્યો આમ વર્ષના પ્રારંભે જ બે સિંહોના મોતથી પણ વિભાગ દોડતું થયું છે.

સૌથી ચોંકાવનારી વાત અને ચિંતાજનક વાત એ છે કે શેત્રુંજી ડિવિઝન અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતું ડિવિઝન છે અહીં અપૂરતો સ્ટાફ અને સુવિધાના અભાવે સિંહોના મોતની ઘટના આ રીતે સતત વધી રહી છે અહીં શિકારના અભાવે સિંહો પણ સતત ગમે તે વિસ્તારમાં ઘૂસી જાય છે વનવિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી જરૂરી સાધનો નથી જેથી સિંહોની સુરક્ષા સામે ચોક્કસપણે સંકટ ઊભું થયું છે. કડીયાળી ગામે જે ઘટના બની છે તેમાં એક ખેડૂતની વાડીમાં શિકારની શોધમાં દોડતા દોડતા સિંહ કુવામાં ખાબક્યો જેમાં નીલગાયનું પણ મોત થઈ ગયું જેને લઇને વનવિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *