શું તમને ખબર છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ક્યાં ગામ ના છે અને નિતીનભાઈ પટેલની એવી વાતો જે તમે નહિ જનતા હોવ…

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રાજકારણમાં ખૂબ જ મોટું નામ ધરાવતા એવા દિગ્ગજો પાટીદાર નેતા નીતીનભાઇ પટેલ. જેણે પોતાના કોઠા સુઝથી સરકાર અને સંગઠનમાં આટલા વર્ષો સુધી પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને લોકોની સેવા કરી. જ્યારે વિપક્ષના ઘેરામાં સરકાર બેક ફૂટ પર હોય ત્યારે હંમેશા પોતે ફ્રન્ટ ફૂટ પર રહીને હંમેશા કઠીન જવાબ આપતા હતા અને સરકાર પક્ષ નો બચાવ કરતા હતા.

મીડિયા અને પબ્લિકના કડક સવાલોના હંમેશા હસતા મોઢે અને એકદમ અનોખા અંદાજે જવાબ આપનાર નીતીનભાઇ પટેલ જે પાટીદાર સમાજના અત્યારે અગ્રણી માનવામાં આવે છે. શું તમને ખબર છે કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનો જન્મ ક્યાં થયો છે અને કયા ગામના છે તો ચાલો તમને જણાવી દઈએ નીતીનભાઇ પટેલ 22 જૂન ૧૯૫૬ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના એક શ્રીમંત પરિવારમાં તેમનો જન્મ થયો હતો.

તેમણે પોતાનું રાજકીય જીવન ખૂબ જ નાની ઉંમરમાં જ ચાલુ કરી દીધું હતું. નીતિનભાઈ પટેલ ૧૯૭૪માં કડી તાલુકા ની નવનિર્માણ સમિતિના જનરલ સેક્રેટરી બન્યા હતા. નીતીનભાઇ પટેલ માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ કડી નગરપાલિકામાં ચૂંટાયા હતા આ પબ્લિક ના મતોથી તેને ખુરશી મળી હતી અને આ રીતે નીતિનભાઈ ત્યાં 15 વર્ષ સુધી લોકોની સેવા કરી હતી ક્યારે ૧૯૮૮-90 દરમિયાન નીતીનભાઇ પટેલ પ્રમુખ પદ પણ સંભાળ્યું હતું.

જ્યારે આઠ વર્ષ સુધી તેમણે ડિસટીક કોપરેટીવ બેંક ના ડિરેક્ટર પણ રહ્યા હતા નીતીનભાઇ પટેલ 1990 વિધાનસભાની ચૂંટણી લડીને 2738 નથી જીતીને કડી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી સીટી અને રાજકારણમાં પોતાનું આગવું સ્થાન ધરાવતું હતું. જ્યારે બીજી વખત ૧૯૯૫ થી લઈને 1997માં યોજાયેલી ચૂંટણીમાં કરસનજી ઠાકોર સામે ખૂબ જ ઓછા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા

જ્યારે તે સમયે ૧૮૨ સીટોમાંથી 121 સીટો સરકારને મળી હતી તે સમયે નિતિનભાઈ પટેલને કેબિનેટ કક્ષા માં સ્વાસ્થ્ય મંત્રી નું ખાતું મળ્યું હતું. નિતિનભાઈ પટેલને 2001માં ફરી એક વખત જેકપોટ લાગ્યો હતો અને નીતીનભાઇ પટેલ ફરી એક વખત નાણા મંત્રી બન્યા હતા. આમ કરતા કરતા નીતીનભાઇ પટેલ ગુજરાતમાં એક દિગ્ગજ નેતા તરીકે ઉભા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *