સમાચાર

નોકરી કરતી મહિલાને લગ્નની લાલચ આપીને યુવકે કર્યું એવું કે…

આ કિસ્સામાં એક યુવતીને તેની સહ કર્મચારી સાથે આંખ મળી ગઈ અને ત્યારબાદ ન થવાનું થયું આ ઘટના સમાજની દરેક યુવતીઓ માટે લાલબત્તી સમાન છે જેઓ કોઈકની લાલચમાં આવી જાય છે આ કિસ્સામાં યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ અને હવે આ ઘટનાને અંજામ આપનાર આરોપી જેલની હવા ખાઇ રહ્યો છે.

આ ઘટના છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરની જ્યાં એક ખાનગી પેઢીમાં એક યુવતી નોકરી કરતી હતી આ યુવતીની સાથે મુકેશ નામનો એક વ્યક્તિ પણ નોકરી કરતો હતો એકી સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે લાગણીના સંબંધો બંધાયા ધીરે ધીરે આ યુવતીને પણ મુકેશ ગમવા લાગ્યો હતો.

ત્યારે મુકેશે આ તકની લાભ લઇ અને યુવતીને લગ્નની લાલચ આપી તો યુવતી પણ મુકેશની આ વાતમાં ભોળવાઈ ગઈ ધીરે ધીરે આ યુવતી મુકેશ કહે તેમ કરવા લાગી ત્યારબાદ મુકેશે આ યુવતીનો ગેરલાભ ઉઠાવ્યો અને યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યો જોકે યુવતી ઈનકાર કરતી રહી હોવા છતાં પણ યુવકે આ શરીર સંબંધ બાંધ્યા જે બાદ યુવતી આબરૂ જવાની ડરે તેણે આ વાત કોઈને ન કહી.

ત્યારબાદ એક મહિના પછી યુવતીની તબીયત લથડતા તે ગર્વતી હોવાનું સામે આવ્યું હતું જે વાતની જાણ યુવતીના પરિવારજનોને થતાં યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે દુષ્કૃત્યનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આરોપી મુકેશની ધરપકડ કરી તેને જેલના હવાલે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *