નોકરીની શોધમાં આવેલી મહિલા સાથે થયું એવું કે જાણીને તમે પણ ચોકી જશો, જેણે આસરો આપ્યો તેણે જ…

સુરત શહેરમાં દુષ્કર્મ અને પોક્સ એક્ટ અંતર્ગત એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કામની શોધમાં સુરત આવેલી એક સગીરા સાથે દુષ્કર્મ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. ઘટનાની વિગતો એવી કઈક છે કે સુરત શહેરમાં નોકરીની શોધમાં આવેલી આસામની એક ૧૬ વર્ષીય સગીરા દુષ્કર્મનો શિકાર બની ગઈ હતી. પાંડેસરામાં જે યુવકે તેના ઘરમાં આશરો આપ્યો હતો તેણે સગીરાની મારપીટ કરી અને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે બળાત્કાર અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી અને યુવક અને તેના મિત્રની ધરપકડ કરી લીધી હતી. સુરતમાં અવારનવાર નાની બાળાઓ સાથે કિશોરીને લગ્નની લાલચ આપી અથવા તો અન્ય રીતે લાવવામાં આવે છે અને તેમની સાથે બળાત્કારની ઘટનાઓ સતત બનતી રહે રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. મૂળ આસામની ૧૬ વર્ષીય સગીરા મહિના પહેલાં જ સુરત શહેરમાં નોકરીની શોધમાં આવી હતી.

ઍક યુવક અને યુવતી પણ સગીરા સાથે આવ્યા હતા. તેઓ પાંડેસરામાં મિલન પોઇન્ટ પાસે જયઅંબે નગરમાં રહેતા અવિનાશ સિંગના ઘરે રોકાયેલા હતા. થોડા દિવસ રહ્યાં પછી સગીરા સાથે આવેલા યુવક અને યુવતીને અહીં માફક નહિ આવતા તેઓ બીજે ચાલ્યા ગયા હતા. જોકે, સગીરા તો અવિનાશના ઘરે જ રહેતી હતી. આ દરમિયાન ગત તારીખ ૧૩મીના રોજ અવિનાશનો તેની પત્ની સાથે ઝઘડો થયેલો હતો. જેથી ઉશ્કેરાઇને અવિનાશે પત્ની અને આસામની સગીરાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

અવિનાશની પત્ની અને સગીરા નજીકમાં રહેતા તેમના માનેલા ભાઇના ઘરે રહેવા ગયા હતી. જે અંગેની જાણ થતા જ અવિનાશે ત્યાં જઇ બંનેને પોતાના ઘરે લઇ આવ્યો હતો. અવિનાશે ગાળાગાળી કરીને પત્ની અને સગીરાને માર પણ માર્યો હતો અને બાદમાં તેણે ઘરમાં ગોંધી પણ દીધા હતા. ત્યારબાદ તારીખ ૧૫મીના રોજ સગીરા અવિનાશની પત્ની સાથે પાંડેસરા પોલીસ મથકે પહોંચી ગઈ હતી.

સગીરાએ પોલીસ સમક્ષ રેવી ફરિયાદ નોંધાવી હતી કે, અવિનાશે મારપીટ કરી તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હતો. અવિનાશના મિત્ર આદર્શે ચપ્પુ બતાવીને તેણીને ડરાવી ધમકાવી પણ હતી. પાંડેસરા પોલીસે સગીરાની ફરિયાદના આધારે બળાત્કાર, છેડતી, મારપીટ અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી અને અવિનાશ ઉર્ફે આકાશ રાજનસિંગ અને આદર્શ જગદીશ મિશ્રાની ધરપકડ કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.