બોલિવૂડ

નોરા ફતેહી અને તુષાર કાલિયાનો આ વિડિયો જોયો કે નઈ…

નોરા ફતેહીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોરિયોગ્રાફર તુષાર કાલિયા સાથે ડાન્સ કરી રહી છે.અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી આજકાલ તેના ડાન્સને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં હવે દિલબર ગર્લ નોરા ફતેહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જોરદાર ડાન્સ કરી રહી છે અને તે વાયરલ થઈ રહીયો છે અને દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે, આમાં તેનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો છે, એવું બની રહ્યું છે, જેમાં તે કોરિયોગ્રાફર તુષાર કાલિયા સાથે ‘સાકી સાકી’ પર ડાન્સ કરતી જોવા મળી છે.

તાજેતરમાં જ નોરા ફતેહી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાના’ માં મહેમાન તરીકે પહોંચ્યા હતા, જ્યાં તેણે તેના સુપરહિટ ગીત ‘સાકી-સાકી’ પર કોરિયોગ્રાફર તુષાર કાલિયા સાથે ડાન્સ કર્યો હતો, બાકીના સભ્યો સહિત દરેક જણ તેમની કેમિસ્ટ્રી અને સ્ટાઇલથી ડૂબેલા હતા.

તમને જણાવી દઇએ કે આ પહેલા નોરા ફતેહી અને માધુરી દીક્ષિતનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે ‘દિલબર’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. નોરા ફતેહી છેલ્લે તેમના ગીત ‘છોગા દેગે’ માં જોવા મળી હતી. જેમણે યુટ્યુબ પર સ્પેશ્યલ બનાવ્યું. આ પછી, નોરા ટૂંક સમયમાં ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે.બોલીવૂડ જ નહીં સાત સમંદર પાર  નોરા ફતેહી લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Tushar Kalia (@thetusharkalia)

બહુ ઓછા સમયમાં નોરાએ લોકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. સોશિયલ મીડિયા પર તે સતત પોતાની તસવીરો મુકતી રહે છે અને પ્રશંસકોના સંપર્કમાં રહે છે. આટલી લોકપ્રિયતાં છતાં નોરા ફતેહીને એક અસંતોષ છે કે તેનું એક સપનું સાકાર થયું નથી. યુવાન નાં દિલોમાં સ્થાન બનાવી ચુકેલી નોરાએ પોતાના સ્વપન્નને પુરુ કરવા માટે કમર કસી રહી છે. હાલમાં તેણે એક ડાન્સ રિયાલિટી શો પર મહેમાન બનીને આવેલી માધુરી દીક્ષિતને પોતાની ભલામણ કરવાની વિનંતી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

નોરાએ કહ્યું છે કે, સંજય ભણશાલી પોતાની ફિલ્મ માટે હિરોઇન શોધી રહ્યા હોય ત્યારે મહેરબાની કરીને તેમને કહેજો કે હું તેમની ફિલ્મમાં કામ કરવા આતુર છું. મારે તેમની ફિલ્મની હિરોઇન બનવું છે. તે પોતે માધુરીની પણ ફેન હોવાનું જણાવ્યું હતું. માધુરીથી પ્રેરિત થઇને જ તે ભારત આવી છે તેમ પણ નોરાએ કહ્યું હતું. તેને માધુરીની દેવદાસ એટલી બધી પસંદ છે કે, અત્યાર સુધીમાં તેણે બિલિયન વખત આ ફિલ્મ જોઇ છે.

દિલબર અને હાય ગર્મી જેવા ગીતો પર અફલાતૂન ડાન્સ કરીને નોરા ફતેહીએ લોકોના દિલ જીતી લીધા છે. એક ઇન્ટરવ્યુમાં તેને પોતાના સંઘર્ષના દિવસો યાદ આવતા તે રડી પડી હતી. નોરાએ કહ્યુ હતુ કે, હુ જ્યારે ભારત આવી ત્યારે મને જરા પણ અંદાજ નહોતો કે તેને લોકોના ખરાબ વર્તનનો કડવો અનુભવ થશે. લોકોએ મારી મજાક તો ઊડાવી હતી, અને વળી મારો પાસપોર્ટ પણ ચોરી લીધો હતો.તેણે વધુમાં કહ્યુ હતુ કે, મારી પાસે પૂરતો અનુભવ નહોતો તેમ છતાં  હું બોલીવૂડમાં કામ કરવા ઉત્સાહિત હતી. ભારત આવીને મને અનુભવ થયો કે હું જે વિચારીને આવી હતી તેના કરતા તો બધુ ઊલટું જ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *