સમાચાર

નર્મદા કેનાલ માં ડૂબવાથી ચાર યુવક ના થયાં મોત, 3 વ્યક્તિના શવ મળ્યા

બુધવારે રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવકો ડૂબી જતાં ખળભળાટ મચી ગયો હતો. આજકાલ ના યુવાઓને ન જાણે કેમ બર્થડે પાર્ટી સેલીબ્રેટ બહાર રસ્તા પર કે કંઈક સુમસામ જગ્યા એ કે અન્ય કોઈ એડવેન્ચર જગ્યા પર કરવાનો ખુબ જ ક્રેઝ જાગ્યો છે, તેમાં આ ક્રેઝ ની પાછળ દોડવા માં ને દોડવામાં કયારેક તેઓ નો જન્મદિવસ મરણદિવસ માં ફેરવાય જાય છે બસ આવો જ એક કિસ્સો ગાંધીનગર નો પણ સામે આવ્યો છે જાણો શું થયું બર્થડે પર

NDRF ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ગઈ કાલે ચારેય યુવકોની શોધખોળ દરમિયાન એક વૃદ્ધની લાશ મળી આવી હતી. ત્યારે આજે ફરીથી NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સફળતા મળી છે

બર્થડે ની ઉજવણી કરવા ગયા હતા NDRFને ત્રીજા દિવસે 3 મુતદેહોની ભાળ મળી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસેના જાસપુર પાસે 3 મૃતદેહ મળ્યા છે. સાયફન પાસે બોડી ફસાઈ હોવાથી કેનાલના દરવાજા બંધ કરાવાશે. થોડીવાર બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવશે. અમદાવાદના આ યુવકો બર્થ ડેની ઉજવણી કરવા માટે રાયપુર પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.

જન્મદિવસની ઉજવણી કરવા આવેલા યુવાનો કેનાલ ડૂબયાં હતા અહીં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બે દિવસ સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આ દુર્ઘટનાની વધુ વાત કરીએ તો

કેનાલ પાસે આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. આ પછી એકેય બહાર આવ્યા નહોતો.

ગઈ કાલે ગાંધીનગરના કરાઈ પાસેની કેનાલમાંથી 60 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો હતો. હિરેનભાઈ શાહ નામની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બુધવારે ડૂબેલા 4 યુવાનોની શોધખોળ દરમિયાન NDRFને મૃતદેહ મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *