લેખ

ઓફિસમાં આવેલી બે મહિલાઓ પર વેપારીની દાનત બગડી, બંન્નેને કેફી પીણું પીવડાવ્યું અને તેની સાથે કર્યું એવું કે…

આવતા દિવસે ન જાણે કંઈ કેટલાય બનાવો બનતા રહે છે. ક્યારેક તો એવા બનાવો બને છે કે જેને સાંભળી ને આપણે હેરાન રહી જતા હોઈએ છીએ. આવું જ કંઇક હમણાં બન્યું છે. આ બનાવ પણ એવો છે જેના વિશે સાંભળી ને તમે પણ ચોંકી જશો. તમને પણ લાગશે કે કોઈ માણસ આટલી હદ સુધી નીચે જઈ શકે ? તો ચાલો આ કિસ્સા વિશે જાણીએ… ભુજની વાણિયાવાડ ખાતે આવેલી ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ સોનાના વેપારીએ બે યુવતી પૈકી એક પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ હતી. પીડિતાની ફરિયાદના આધારે ભુજ પોલીસે સોનાના વેપારી ધીરુ સોની (નામ બદલ્યું છે.) અને તેની આ કરતૂતમાં મદદગાર રહેલા ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે જામનગર ખાતે રહેતી 22 વર્ષીય સિયા (નામ બદલ્યું છે) થોડાં દિવસ પહેલાં સરથાણા-કામરેજ રોડ પર આવેલા વેલંજા ખાતે રહેવા આવી હતી. દરમિયાન ગત તા.7મી નવેમ્બરના રોજ સાંજના સુમારે પ્રિયા તેણી બેહનપણી સાથે ભુજ ગઇ હતી. બેહનપણી પરિચિત હસ્તક નોકરી અંગે ભલામણ માટે ભુજ ની વાણિયાવાડ ખાતે ડાયમંડ વર્લ્ડ કોમ્પલેક્સમાં આવેલી ધીરુ સોનીની સોનાની ઓફિસમાં સિયાને લઇ ગઇ હતી અને અહીંથી તેઓ ફરવા જવાના હતા.

દરમિયાન ધીરુ સોનીએ બંને યુવતીઓને વાતોમાં ભોળવી હતી. દાનત બગડતા ધીરુ સોનીએ ડ્રાઇવર વીરુ (નામ બદલ્યું છે.) પાસે કોલ્ડ્રીંક્સ મંગાવ્યું હતુ. જેમાં કેફી કહો કે નશીલો દ્રવ્ય ઉમેરી બંને યુવતીને પીવડાવી દેવાયું હતુ. કેફી પીણું પીતા જ બંને યુવતી અર્ધબેહોશ જેવી થઇ ગઇ હતી. આ દરમિયાન ધીરુ સોનીએ પ્રિયા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. કુકર્મનો ભોગ બનેલી સિયા હેબતાઇ ગઇ હતી. જે-તે સમયે તેણી વતન જામનગર પરિવાર પાસે ચાલી ગઇ હતી. વતનમાં પરિવારને પોતાની આપવીતી જણાવી હતી. પરિવારજનો પ્રિયાની વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયા હતા.

આખરે પરિવારે ન્યાય માટે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ભુજ આવી રવિવારે સાંજે ભુજ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે પીડિતા સિયાની ફરિયાદ લઇ દાગીના વેપારી ધીરુ સોની અને તેના ડ્રાઇવર વિરુ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે. સિયા નું કહેવું હતું કે તે માત્ર તેની સહેલી સાથે ખરીદી માટે ગઈ હતી અને તેની સાથે આવી ઘટના બની ગઈ. તેને કહ્યું કે પોતે ક્યારેય ન્યુઝ માં આવા સમાચાર વાંચતી ત્યારે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની સાથે પણ આવી ઘટના બની શકે છે. તેથી તે ખૂબ જ દુઃખી છે અને ક્યારેય તે ઘટના ને યાદ કરવા નથી માંગતી. તેને થયા કરે છે ક્યારેય પોતે આ ઘટના ને ભૂલી શકશે કે કેમ.

જો કે તેને જરા પણ આ વાતનો અણસાર હોત તો તે ત્યાંથી ચાલી નીકળી હોત. પરંતુ જ્યારે તેને જાણ થઈ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેથી તે હવે અફસોસ કરે છે પણ હવે કંઈ બની શકવાનું નથી. જે થઈ ગયું છે તે તેની જિંદગી નો એક ભાગ છે. અને આ એક ખરાબ અનુભવ તેને આખી જિંદગી યાદ રહેશે. તે જ્યારે સુવે છે ત્યારે આ બનાવ યાદ આવી જાય છે અને તે ઊંઘી શકતી નથી. કારણ કે તેના મનમાં આ ખરાબ બનાવ જ ઘૂમ્યા કરે છે. તેણી કહે છે કે તેઓ ખરીદી માટે ગયા હતા અને વેપારીએ તેમની સાથે આવું કર્યું હતું. હવે તે ખરીદી કરવા જતા પણ ડરે છે કારણ કે આ એક ખરાબ અનુભવે તેને દુનિયા ના લોકો થી ખુબ જ દૂર કરી દીધી છે. જો કે પોલીસે તપાસ હાથ ધરી છે. બહુ ઝડપથી સિયા ને ન્યાય મળી જશે એવું પોલીસ નું કહેવું છે. પરંતુ તેમ છતાં શું મહિલાઓ પર થતા આ રીત ના દુષ્કર્મ અટકી જશે?

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *