ગામથી બહાર પીકનીક પર ગયેલા 3 મિત્રોની બાઈક અચાનક બેકાબુ બનીને ઝાડ સાથે અથડાતાં, સર્જાયો કાળમુખો અકસ્માત..!!
માતા પિતા પોતાના બાળકનું ભવિષ્ય સારું બનાવવા ઈચ્છતા હોય છે, જેના કારણે પોતાના બાળકોને સારી શાળા કોલેજોમાં એડમિશન કરાવે છે. બાળકોને પોતાનાથી દૂર કરીને બીજા રાજ્યોમાં કે શહેરોમાં અભ્યાસ કરવા માટે મોકલે છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે જોઈને દરેક લોકોના હૃદય પીગળી જાય છે.
આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવેલા કુદરી ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમના બે બાળકો રહે છે. પિતાનું નામ સુરેશ માર છે. તેને બે દીકરા છે જેમાં મોટો દીકરો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. જેના કારણે મોટા દીકરો ચેતનને પિતાએ કોરબામાં અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો.
અને તે આગળ જઈને ઓફિસર બનવા માંગતો હતો. જેના કારણે તે ખૂબ જ સારો અભ્યાસ કરતો હતો. સુરેશકુમાર ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના બંને બાળકોમાં સુરેશ મોટો દીકરો હોવાની સાથે સાથે તે પોતાના પિતાને પણ આર્થિક મદદ કરતો હતો. તે ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો.
ઘરથી 9 કિલોમીટર દૂર આવેલા કોરબામાં તેમના અન્ય મિત્રો સાથે રહેતો હતો. ચેતનકુમારની ઉંમર 18 વર્ષની હતી. ચેતનકુમારની સાથે સાથે તેમના બીજા બે મિત્રો અભય કુમાર અને શિવ નવુ વર્ષ શરૂ થતા બીજા ગામ પિકનિક માટે જવા રેડી થયા હતા. તે સમયે ચેતનને તેમના પિતા સુરેશકુમારને જણાવ્યું કે તે પિકનિક પર જવા માગે છે.
જેના કારણે સુરેશ કુમારે તેને પિકનિક પર જવાની રજા આપી હતી. નવા વર્ષના પહેલા દિવસે ચેતનકુમાર, અભય કુમાર અને શિવ ત્રણેય પોતાની બાઈક લઈને પિકનિક માટે સત્રેગા જળાશય પર આ માટે નીકળ્યા હતા. તે સમયે લોકોએ પિકનિક કરીને ખૂબ જ મજા કરી હતી અને સાંજ થતાં તેઓ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.
તે સમયે ત્રણેય મિત્રોમાંથી ચેતન બાઈક ચલાવતો હતો. બાઈક ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જેના કારણે અચાનક તેણે પોતાની બાઈક પરનું કાબુ ગુમાવ્યું હતું. કાબુ ગુમાવતા જ બાઈક બેકાબુ બનીને ઝાડ સાથે અથડાઈ હતી અને ચેતનની સાથે તેના સાથીદારો પણ રોડ પર ભટકાઈ ગયા હતા.
આ અકસ્માત સર્જાયા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્રણેય યુવકોને બચાવવા માટે દોડ્યા હતા. તે સમયે જોયું તો ચેતનકુમારનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને ચેતનના પિતા સુરેશકુમારને પણ આ ઘટનાની જાણ કરી હતી.
સુરેશકુમાર ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના દીકરાના મૃતદેહને જોઈને તેઓ ખૂબ જ રડવા લાગ્યા હતા. બંને મિત્રો ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ સુરેશકુમારના મોટા દીકરા ચેતનનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા.
ચેતનકુમારની માતા તેમના દીકરાની આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ તેમને દીકરાના મૃત્યુના સમાચાર મળતા તે પોતાનું ભાન ભુલાવી બેઠી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. નવું વર્ષ શરૂ થતા અને ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા અકસ્માતો બનતા પરિવારના લોકો પોતાના લોકોને ગુમાવી રહ્યા છે..