લગ્નના 9માં દિવસે જ લફરાળી પત્નીએ કરી નાખ્યું એવું કામ કે જાણીને આંચકો લાગતા સસરાને આવી ગયો હાર્ટ એટેક.. પરિવાર બરબાદ થઈ ગયો…
દીકરા અને દીકરીની ઉંમર થતાની સાથે જ તેના માતા પિતા તેના માટે સારો વર અને સારી કન્યા શોધીને તેમના લગ્ન કરાવી દે છે અને તેમનું નવું લગ્ન જીવન પણ શરૂ થઈ જતું હોય છે. પરંતુ આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે, લગ્નજીવન શરૂ થતાની સાથે જ એવું કોઈ વિધ્ન આવી પડે કે, જેના કારણે લગ્ન જીવનમાં ભંગાણ થઈ જાય છે..
તો કેટલાક પરિવારો તો બરબાદ થઈ જવા પામતા હોય છે. અત્યારે રાજસ્થાનના અજમેરમાંથી એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી ચૂકી છે કે, જ્યાં લગ્નના માત્ર નવમા દિવસે જ એક લફરાળી પત્નીએ એવું કામ કરી નાખ્યું હતું કે, એ કામનો સદમો આખા પરિવારજનોને લાગ્યો છે..
તેમજ આ સદમાને આ લફરાળી મહિલાના સસરા સહન કરી શક્યા નહીં અને તેમને હાર્ટ એટેક આવી જતા તેમનો પણ મૃત્યુ થઈ ગયું છે. અહીં પૂજા માર્ગના ગોલાપાટા વિસ્તાર પાસે રહેતો જીતેન્દ્ર નામનો એક યુવક ની ઉંમર નીકળી જવાને કારણે તેના લગ્ન થતા હતા નહીં. થોડા સમય પહેલા આશા જૈન અને નિર્મલ જૈન નામના એક સગા સંબંધી હોય જીતેન્દ્રને જણાવ્યું હતું કે..
તેમના ધ્યાનમાં ઉત્તર પ્રદેશના અલ્હાબાદની અર્ચનાદેવી નામની એક મહિલા સંપર્કમાં છે. અર્ચના દેવીની માતા નિર્મલા દેવી તેમજ તેના પિતા સીતારામ ભાઈ અને તેનો ભાઈ વિરેન્દ્ર આ તમામ લોકો સાથે ભેગા મળીને આપણે લગ્નજીવનની વાતચીત કરી લેવી જોઈએ. જીતેન્દ્ર લગ્ન કરવા માટે ખૂબ જ વધારે ઉતાવળ ધરાવતો હોવાથી તેણે તરત જ આશા જૈન અને નિર્મલ જૈનની આ વાત માની લીધી હતી..
અને ઉત્તર પ્રદેશની અર્ચના દેવીને લગ્ન માટે પસંદ કરી લીધી હતી. આશા જૈન અને નિર્મલ જેને જણાવ્યું કે, એ છોકરી વાળા લોકો આ લગ્ન કરવા માટે બે લાખ રૂપિયા માંગણી કરી રહ્યા છે. જીતેન્દ્ર એ તેના મિત્ર પાસેથી પૈસા વચના લઈને આ લગ્ન ફિક્સ કરી નાખ્યા હતા. અને ત્યારબાદ પુષ્કર રોડ ઉપર એક પાર્ટી પ્લોટની અંદર આ લગ્ન કરવામાં આવ્યા હતા..
લગ્ન બાદ તરત જ તેમને બે લાખ રૂપિયા પણ આપી દેવામાં આવ્યા આ લગ્ન પૂર્ણ કરીને અર્ચના તેના નવા પતિ જીતેન્દ્રની સાથે રહેવા લાગી હતી. જીતેન્દ્રના પરિવારમાં તેના માતા-પિતા તેમજ એક નાનકડી બહેનનો પણ સમાવેશ થતો હતો. લગ્ન પૂર્ણ થયા બાદ પાંચ દિવસ સુધી તો અર્ચના પરિવારજનો સાથે ખૂબ જ હળી મળીને રહેવા લાગી હતી..
પરંતુ નવમા દિવસે તેણે રાતના સમયે જ્યારે પરિવારના સભ્યો સૂઈ ગયા ત્યારે ઘરની અંદર હાથ ફેરો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં કબાટ ની અંદર બોક્સની અંદર રહેલા સોના ચાંદીના અંદાજે ચાર લાખ રૂપિયાના દાગીના તેમજ 55 હજાર રૂપિયા રોકડા બુચ મારીને ત્યાંથી તે ફરાર થઈ ગઈ હતી. બીજા દિવસે જ્યારે સવારમાં પરિવારજનો જાગ્યા અને જોયું તો અર્ચનાદેવી ત્યાંથી ગાયબ હતી..
તેને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવાનું શરૂ કર્યું, પરંતુ તે ક્યાંથી પણ મળી આવી નહીં. તેને ફોન કરવામાં આવતા જ તેનો ફોન પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રએ નિર્મલ જૈનને સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે તમે અમારી જાળની અંદર ફસાઈ ગયા છો..
હકીકતમાં અમારી આખી એક ટૂકડી છે. જેમાં અમે લગ્ન કરાવીને લોકોને લૂંટી રહ્યા છીએ, હવે તમે અમારું કહ્યું બગાડી શકશો નહીં. તમારે જેની પાસે જઈને કમ્પ્લેન કરવી હોય તે કરી શકો છો. બસ આ શબ્દો સાંભળીને જીતેન્દ્રના પિતા એટલા બધા ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા કે, તેમને હાર્ટ અટેક આવ્યો હતો…
અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સારવાર કરનાર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. એક બાજુ અર્ચનાદેવી નામની આ લફરાળી મહિલા માત્ર નવ દિવસમાં જ પરિવારજનોને ખૂબ જ મોટો જૂનો ચોપડીને ચાલી ગઈ હતી. તો બીજી બાજુ આ દુઃખદ ઘટના સહન ન થઈ શકતા જીતેન્દ્રના પિતા મૃત્યુ પામી ગયા હતા..
એક સાથે બે બે આફતોના આભ એક જ પરિવાર ઉપર ફાટી નીકળતા ખૂબ જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આસપાસના પડોશીઓ તેમજ અન્ય સગા સંબંધીઓ પણ આ દુઃખદ ઘડીની અંદર પરિવારજનોની સાથે ઉભા રહ્યા હતા અને આશ્વાસન પાઠવતા હતા. પરંતુ જીતેન્દ્ર પણ એટલો બધો ભાંગી ગયો કે તેણે હવે ક્યારેય પણ લગ્ન ન કરવાનું નક્કી કરી નાખ્યું છે…
તેને તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે કે, અર્ચનાદેવી નામની મહિલા સાથે લગ્ન કર્યા બાદ તેને ખૂબ જ મોટી છેતરપિંડી સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ આ લગ્નજીવન બંધાવનાર વ્યક્તિઓમાં વચ્ચેટ તરીકે ભાગ ભજવનાર આશા જૈન નિર્મલ જૈન નામના વ્યક્તિ પણ આ ઘટનાની અંદર સામેલ હોવાથી આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે..