અમેરિકામાં કચ્છની કોયલ પર થયો ડોલરોનો વરસાદ, માયાભાઈ આહીર પર જોવા મળ્યા

ભારતની બહાર વિદેશી જમીન પર પણ ગુજરાતના કલાકારો પર ડોલરનો વરસાદ થવા લાગ્યા છે. આ વાત હવે એકદમ સામાન્ય લાગવા લાગી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ગુજરાતના ખુબ જાણીતા લોકગાયિકા ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો હતો તેવું જાણવા મળી રહ્યું છે. અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમમાં લેબોન હોસ્પિટલિટી ગૃપના સહયોગથી ‘ગીતો ગરવી ગુજરાતના’ લોકડાયરો નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

જેની અંદર ગુજરાતના લોકગાયકો ગીતા રબારી, સંજય જાદવ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે લોકડાયરા ને ખુબ જ જૉરદાર બનાવી દિધો હતો. આ ડાયરામાં માયાભાઈ આહીર અને ગીતા રબારીનું ખુબ જ સારી રીતે સમ્માન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આની પહેલા પણ ગીતા રબારી પર લોકડાયરામાં ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી ગીતા રબારી પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ જ અમેરિકામાં જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પીડિતોને મદદ માટે એક ડાયરાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અમેરિકાના ટેક્સાસમાં આ ડાયરાને કરવામાં આવ્યો હતો. જેની અંદર કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારીએ ફરી એક્વાર સ્ટેજ પર ધૂમ મચાવી દીધી હતી. આ ડાયરામાં પણ ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.  ટેક્સાસમાં યોજાયેલા ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ડાયરામાં ગીતા રબારી પર 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું હતું. અમેરિકામાં આ ડાયરાનું આયોજન સુરતનાં લેઉઆ પટેલ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે ગીતા રબારી અત્યારે અમેરિકાના પ્રવાસે ગયા છે.જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા પોતે જોવા મળ્યા હતા. તેમના વિવિધ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *