સમાચાર

ઘેરાયો જગતનો તાત ફરી મેઘાના થયા મંડાણ, આ તારીખે મેઘરાજા ગુજરાતને ધમરોળશે

જગતનો તાત હવે લાચાર બન્યો છે લાચાર તંત્રની સામે તો છે જ પરંતુ હવે કુદરતની સામે પણ છે કેમકે વારંવાર માવઠા રૂપી આફતો આવી રહી છે..ત્યારે વધુ એકવખત માવઠાનો માર સહન કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે..આગામી 8 તારીખથી માવઠુ ગુજરાતને ધમરોળશે
હવામાન એજન્સીના મતે 8 જાન્યુઆરી પછી રાજ્યમાં તાપમાન સામાન્ય થશે

પરંતુ મહિનાના મોટાભાગનો સમય સૂકું હવામાન રહેશે. તો કમોસમી વરસાદને કારણે રાત્રિ દરમિયાન તાપમાનમાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે. તો હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું જેની સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આગામી દિવસોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડો થશે. ખેડૂતોની ચિંતા કમોસમી વરસાદથી વધી જશે સ્કાયમેટે કરેલી આગાહી મુજબ 8 જાન્યુઆરી પછી તાપમાન સામાન્ય રહેશે પરંતુ જાન્યુઆરીનો મોટાભાગનો સમય સૂકું હવામાન રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં 5થી 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડશે. જેથી ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પગલે રાજસ્થાન અને ગુજરાતમાં કમોમસી વરસાદ પડશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોએ સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે તો આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા 6 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે

ઉપરાંત 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો

અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ, ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા સતાવી રહી છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની શકયતા સેવાઈ રહી છે. ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *