ઓનલાઈન લોન આપતી કંપનીના સાયબર બોલિંગનો શિકાર બન્યો યુવાન, બળાત્કારી હોવાના મેસેજ વાયરલ થતાં કર્યો આપઘાત

મીનીટોમાં કે કલાકોમાં લોન આપતી એપનો શિકાર બનીને લોકો બરબાદ થઈ રહ્યા છે. ભારતના ઘણા રાજ્યોમાં આ રીતે લોકોએ લોન લીધી હોય અને પછી આત્મહત્યા કરી લીધી હોવાના કિસ્સા નોંધાઇ ચૂક્યા છે. એટલે કે મિનિટોમાં મળતી આ લોન જીવલેણ સાબિત થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંકે પણ આ બાબતે ઘણીવાર લોકોને ચેતવણી આપી છે કે આ રીતે ઓનલાઈન એપ દ્વારા ક્યારે લોન લેશો નહીં.

વાસ્તવમાં આ એક રેકેટ છે જેનો શિકાર દરરોજ કોઈને કોઈ બને છે. હકીકતમાં આ લોકોને રિઝર્વ બેન્કના નિયમો અનુસાર લોન આપવાની સત્તા મળી જ હોતી નથી. સુરત શહેરમાં આંખ ઉઘાડનાર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સુરતના જલારામ નગર વિસ્તારમાં રહેતા સુરેશ નામના યુવકે એપ દ્વારા ઈન્સ્ટન્ટ લોન મેળવવાની જાળમાં ફસાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુરેશ 30 વર્ષનો હતો.

મળતી માહિતી મુજબ તેણે એપમાંથી નજીવી રકમ ઉછીના લીધી હતી. પરંતુ કેટલીક રકમ લોન પર બાકી હતી. આ માટે સુરેશ પર દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેણે મોડી રાત્રે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેશભાઈ શર્મા નામનો યુવાન ૩૦ વર્ષનો છે અને તે સુરત શહેરના અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડના જલારામનગર વિસ્તારમાં રહે છે. અને તે ડીજીવિસીએલમાં લાઈન આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.

તેણે એક ઓનલાઈન એપ દ્વારા લોન લીધી હતી. અને લોનના લાખો રૂપિયા પણ તેણે ચૂકવ્યા હતા. તેની પાસે પૈસા ન હોઇ બાકીની રકમ પછી ચૂકવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમ છતાં ઉઘરાણી માટે વારંવાર ફોન આવતા હતા અને ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારબાદ સુરેશના સગાઓના નંબર મેળવીને તેમને સુરેશ બળાત્કારી હોવાના મેસેજ પણ કરવામાં આવ્યા હતા.

જે બાદ સુરેશ તાણમાં રહેવા લાગ્યો હતો. ત્યારબાદ તેને કંઈ ન સમજાતા મોડી રાત્રે ઝેરી દવા પીને તેણે મોતને વહાલું કર્યું હતું. આ કેસ માં અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરાઇ હતી જેમાં જાણવા મળ્યું હતું કે સુરેશને બદનામ કરવા માટે આ કામ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.