ઓનલાઈન શોપિંગ કરતી બધી જ મહિલાઓ થઇ જાવ સાવધાન!! અમદાવાદની મહિલા સાથે થયું એવું કે…

આજકાલ છેતરપીંડી કરવા વાળા લોકોને છેતરવા માટે અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. લોકો પણ સરળતાથી તેમની આ જાળમાં ફસાઇ જતા હોય છે અને પોતાના લાખો રુપિયા ગુમાવી બેસતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવો જ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં આરોપીએ ઇ કોમર્સની એક વેબસાઇટ પર વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપી અને લાખો રુપિયાની ઠગાઇ કરી લીધી છે. જે મામલે હવે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતી એક યુવતી પાસેથી ઝીશાનઅલી અન્સારી નામના એક આરોપીએ રુપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવી રહ્યું છે. એક ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી ૫૦% કિંમતે એટલે કે અડધી કિંમતે અલગ અલગ ચીજ વસ્તુ લઇ આપવાની ખાતરી આપી અને આરોપીએ યુવતી પાાસેથી કુલ ૪૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેને લઈ અને આરોપી વિરુદ્ધ યુવતીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

કુબેરનગરમાં રહેતી એક ૨૨ વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં સિનિયર પ્રોસેસ ટ્રેનર તરીકે નોકરી કરી રહી છે. ૨૦૨૦માં નોકરી દરમિયાન તેની ઓળખાણ એક યુવતી સાથે થઇ ગઈ હતી. બાદમાં તે બંને વચ્ચે મિત્રતા પણ થઇ ગઈ હતી. તેણીએ યુવતીને આરોપી જીશાનઅલી વિશે વાત પણ કરી હતી અને કહ્યું હતું કે એમેઝોન ઉપરથી તે ૫૦% કિંમતમાં ૩૦થી ૩૫ દિવસના સમયમાં બધી ચીજ વસ્તુ મંગાવી આપે છે. જો તારે અથવા તારા કોઈ પણ સંબંધીઓને કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરવી હોય તો હું તેને વાત કરીશ.

આમ કહી અને તે યુવતીને ઝીશાનઅલીએ એમઝોનમાંથી મંગાવી આપેલો એક ફોન તથા અન્ય ચીજવસ્તુઓ બતાવી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ બેસતા તેણે સૌ પ્રથમ ૩૦ જૂન ૨૦૨૦ના રોજ ઝીશાન અલી પાસેથી ૪૨ હજારની કિંમતનો એક મોબાઇલ ઝીશાન મારફતે એમેઝોનમાંથી માત્ર ૨૯,૦૦૦ રૂપિયામાં મંગાવ્યો હતો, જે ઝીશાને યુવતીને આપ્યો હતો. જેથી આરોપી ઝીશાન પર ફરિયાદીને પુરેપુરો વિશ્વાસ આવી ગયો હતો.

ત્યારબાદ ફરિયાદી યુવતીએ પોતાની અને સગા-સંબંધીઓની ઘણી બધી જુદી જુદી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળ, વોશિંગ મશીન, મોબાઈલ, એસી, ટીવી વગેરે ખરીદી કરવા માટે ઓનલાઇન તેમજ રોકડેથી એમ કરીને કુલ ૪૦ લાખ રૂપિયા ઝીશાનને આપી દીધા હતા.

ઝીશાનને પૈસા આપ્યા બાદ વસ્તુઓ ના મળતા જ્યારે યુવતીએ પૈસા પરત માંગ્યા તો ઝીશાને યુવતીને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેને લઈ અને યુવતિએ આરોપીને આપેલા લાખો રૂપિયામાંથી કેટલાક રૂપિયા પરત કરી આશરે ૪૦ લાખ કેટલા રૂપિયા ન આપતા આરોપી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.