આ ઘટના મેમનગરની છે અને મેમનગરમાં રહેતી એક મહિલાએ પોતાના ધાર્મિક પ્રસંગમાં પોતાના વતન જવાનું હોવાથી તે પોતાની દીકરીને પણ તેમની સાથે લઈ ગયા હતા અને જ્યારે તેમની 17 વર્ષની દીકરીને પોતાની પાડોસણને સાચવવા માટેની જવાબદારી આપીને તેઓ પોતાના વતનમાં ગયા હતા પણ તેમને સુરક્ષા કરવાની બદલે તે પાડોશીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
આમ સગીરા ઉપર આ પ્રકારનો દુષ્કર્મ થવાથી પોતાના માતાપિતા તેમની સાથે ન હોવાથી સગીરાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમાંથી બચી ગઇ હતી. જ્યારે વતનમાંથી માતા પાછી ફરી ત્યારે માતાની દીકરી સાથે કંઈક કર્યું હોવાની જાણકારી મળી હતી તેથી દીકરીને માતાએ સમજાવી અને સંપૂર્ણ પુછપરછ કરતાં તે નરાધમે તેમની દીકરી સાથે દુષ્કર્મ કરીને વીડિયો બનાવી દીધો છે તેવી માહિતી આપી હતી.
આમ ગુજરાત યુનિવર્સિટી પોલીસે મંગળવારે આ દુષ્કર્મને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો અને આરોપી ભવરલાલ અમરાજી બુનકર ને પકડી પાડ્યો હતો. મહિલા જ્યારે પોતાના વતનમાં ગઈ હતી ત્યારે પોતાની ધાર્મિક વિધિ પતી ગઈ ત્યારે તે આઠમી તારીખના રોજ ઘરે પાછી આવી ગઈ હતી અને જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેમની મોટી પુત્રી તમને દેખાય નહીં અને રાત્રે 11:30 વાગે ભવરલાલ તેમની પુત્રીને તેમના ઘરે મૂકી ગયો હતો આમ બીજા દિવસે જ્યારે તેમની પુત્રી કંઈ જ બોલતી ન હતી અને ગુમસુમ બેસી રહેતી હતી તેથી માતાને શંકા ગઈ હતી અને માતાએ તેમની દીકરીને પૂછપરછ કરી હતી.
પરંતુ દીકરી એ તેને કંઈ જ કહ્યું ન હતું ત્યારબાદ તેની માતાને એ પણ જાણવા મળ્યું હતું કે જ્યારે તે ન હતી ત્યારે તેમની દીકરીએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમની દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી ગઇ હતી અને ત્યાર બાદ માતાએ તેમની દીકરી ને પૂછ્યું ત્યારે દીકરી એ જણાવ્યું હતું કે ભવરલાલ ટેટુ પડાવવાના બહાને સીટીએમ પાસેની એક હોટલમાં તેને લઈ ગયા હતા અને હોટલની રૂમમાં તેમને મારી સાથે જબરજસ્તી કરી હતી અને શરીર સંબંધ બાંધીને વિડિયો તથા ફોટા પણ પાડી લીધા હતા.
આ ભવરલાલ એ તેમની દીકરીને ધમકી આપી હતી કે જો તું આ વાત કોઈને પણ જણાવીશ તો હું આ વિડિયો દરેક વ્યક્તિને બતાવી દઈશ અને તેને વાયરલ કરી દઈશ આ બીજા દિવસે જ આરોપીએ પાણીની ડોલ જ્યારે માંગી ત્યારે તે આપવા ગઈ હતી ત્યારે આરોપીએ ઘરનો દરવાજો બંધ કરીને મારી ઉપર દુષ્કર્મ ફરીથી આ જ હતું આમ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.