એક તરફી પ્રેમે ફરી એકવાર જીવ લીધો, તમારી દીકરીને મારી સાથે જ પરણાવી પડશેની ઘમકીએ 17 વર્ષીય મહિલાને આત્મહત્યા કરવા મજબુર કરી?

કપડવંજ શહેરમાં એક તરફી પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે. પડોશીએ બાજુના ઘર માં રહેતા લોકોને ધમકી આપી હતી કે તેમની દીકરીએ મારા દીકરા સાથે જ પરણવું પડશે આથી તે દીકરી એ આપઘાત કર્યો છે. કપડવંજમાં રહેતી 17 વર્ષીય યુવતીએ 7 મેના રોજ સવારે 10:15 કલાકે પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં દીકરીની માતાએ આરોપ લગાવ્યો છે કે પાડોશીઓની હેરાનગતિને કારણે દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયશ્રીબેન, પુત્ર આકાશ એ હિમાંશુ વિરુદ્ધ જેઓ એક જ વિસ્તારના રહેવાસી અને એક જ પરિવારના લોકો છે તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતક કિશોરીની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પુત્રીએ ફરી 10માં ભણવાનું છોડી દીધું હતુ.

વર્ષ 2021માં ભરતભાઈનો પુત્ર આકાશ મારી પુત્રીને ખરાબ નજરથી જોતો હતો અને લગ્ન માટે હેરાન કરતો હતો. જ્યારે મારી પુત્રીએ આ વિશે જાણ કરી, ત્યારે મેં દલીલ કરવાનું શરૂ કર્યું. ત્યારે ભરતભાઈ અને તેમની પત્નીએ જણાવ્યું હતું કે, તારી પુત્રીને મારા પુત્ર સાથે જ લગ્ન કરવા છે, તું ગમે ત્યાં લગ્ન કરીશ તો તેને શાંતિથી રહેવા દઈશ નહીં, આ અંગે તેઓએ પોલીસ મથકમાં અરજી આપી હતી.

પુત્રી એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવકથી કંટાળી ગઈ હતી,.જો કે બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી અને તે સમયે આકાશે કહ્યું હતું કે તે હવે તેને પરેશાન નહીં કરે, પરંતુ થોડા સમય પછી આકાશ અને તેના માતા-પિતા ફરીથી પહેલાની જેમ ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી ચાંદખેડા રહેતી માસીને ત્યાં પુત્રીને ત્યાં મોકલી હતી. જેના કારણે ભરતભાઈ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારની માનસિક વેદનાથી દીકરી એટલી કંટાળી ગઈ હતી કે આખરે તેણે આ દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કર્યું.

7 મેની સવારે માતા અને ભાઈ શાળામાં પ્રમાણપત્ર લેવા ગયા હતા તે વખતે દીકરી એ જતી સીલિંગ ફેન પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પુત્રીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયશ્રીબેન ભરતભાઈ મકવાણા અને નિલેશભાઈ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો,પોપટભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાડોશીના મોટા દીકરા સાથે પરણવાના ત્રાસ થી દીકરી એટલી કંટાળી ગઈ હતી કે તે લોકો બીજી સોસાયટી માં રહેવા જતા રહ્યા હતા જ્યાં પણ યુવક તે સોસાયટીમાં આંટા મારીને તેને હેરાન કરતો હતો આકાશે તેની પુત્રીને 6 મેના રોજ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને મેસેજ કર્યો હતો.

પુત્રીની માતાએ ગુરુવારે મોડી રાત્રે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી પુત્રીની માતા આઘાતમાં છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ કારણે માતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોડેથી ફરિયાદ નોંધાવી હતી.ગુરુવારે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, જયશ્રીબેન મકવાણા અને નિલેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે.આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આર. ચૌધરી, પીઆઈ, કપડવંજ ટાઉન પોલીસ એ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.