પિતાએ પુત્રીને જ બનાવી વાસનાનો શિકાર, બે-બે વખત દીકરી પર આચર્યું દુષ્કર્મ…

રાજકોટમાં આવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કળિયુગી પિતાએ પોતાની પાલક પુત્રીની ઈજ્જત લૂંટી લીધી હતી. આરોપી છેલ્લા કેટલાક સમયથી પુત્રી પર બળજબરી કરી રહ્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બે વખત પાલક પુત્રીને બનાવી હવસનો શિકાર મળતી માહિતી મુજબ કળિયુગી પિતાએ તેની આ પાલક પુત્રી સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ પિતા પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તેની પુત્રી ચુપ રહી હતી. બે દિવસ પહેલાં જ પિતાએ પુત્રીને માર મારતા પુત્રીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. આ પછી મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આટકોટ પોલીસે બળાત્કારનો કેસ નોંધે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે લગભગ છ મહિના પહેલા એની માતા ઘરે નહોતી ત્યારે આરોપી પિતાએ દુર્વ્યવહાર કર્યો હતો. રાજકોટના જસદણ તાલુકાના મોટા દડવા ગામની આ ઘટના છે. જ્યાં પાલક પિતાએ પોતાની અપંગ પુત્રી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેની જાણ જ્યારે માતાને થઈ ત્યારે તે આટકોટ પોલીસ સ્ટેશને દોડી ગઇ હતી. માતાએ પોતાની પુત્રી પર બે વખત દુષ્કર્મ થયાની ઘટના નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી પોતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પ્રવિણ ઉર્ફે મુન્નો બાબુ ચૌહાણ મોટા દડવા ગામે રહે છે અને ટ્રક ડ્રાઈવર નું કામ કરે છે. તેણે વિસાવદરની ત્યક્તા માતા સાથે લગ્ન કર્યા હતા. જેને એક 21 વર્ષની અપંગ પુત્રી પણ છે. આ અપંગ પુત્રી મોટેભાગે ઘરે જ રહેતી હતી. જોકે તેની માતા કામ પર જાય ત્યારે આ પુત્રી ઘરે રહેતી અને ઘર સંભાળતી હતી કારણ કે તે અપંગ હતી અને ચાલી શકતી નહોતી.

એક દિવસ એવું બન્યું કે તેની માતા કામ પર ગઈ હતી અને પિતા પુત્રી ઘરે એકલા હતા. આ તકનો લાભ લઈને પાલક પિતાએ પુત્રી સાથે કુકર્મ આચર્યું હતું. એટલું જ નહીં કુકર્મ કર્યા બાદ પાલક પિતાએ પુત્રીને ધમકી પણ આપી હતી કે જો તે આ વાત કોઈને કહેતો તેને જાનથી મારી નાખશે. જો કે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published.