પાલીતાણા દર્શન કરીને પાછા જઈ રહ્યા હતા અને રસ્તામાં જ નડયો એવો ભયંકર અકસ્માત કે ઘટના સ્થળે જ આખો પરિવાર ખતમ થઈ ગયો, 108 નો આખો કાફલો દોડતો થઈ ગયો…
ધોલેરા ભાવનગર માર્ગ ઉપર એક મોટો ભયંકર અકસ્માત સર્જાયો છે જ્યાં ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ પાંચ લોકોના કમ કમાટી ભર્યા મોત નિપજ્યા છે અમદાવાદના વિરાટ નગર નો આ આખો પરિવાર પાલીતાણા થી દર્શન કરીને અમદાવાદ તરફ પાછો ફરી રહ્યો હતો અને ત્યારે જ આ સમગ્ર ઘટના ઘટી. ટ્રક અને કાર વચ્ચે ધડાકા પેર અકસ્માત સર્જાતા એક જ ઘરના પાંચ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા જેમાં 10 વર્ષનો એક માસુમ બાળક પણ સામેલ છે.
આ સમગ્ર અકસ્માત સર્જવાને કારણે મધ્યરાત્રીએ હાઇવે ઉપર ચારે તરફ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેને કારણે સ્થાનિક પોલીસ આવીને તાત્કાલિક ધોરણે જરૂર પડતી પૂરેપૂરી કામગીરી કરી હતી આ અકસ્માત એટલો મોટો ભયંકર હતો કે આખા વિસ્તારમાં ચર્ચા મચી ગયો હતો અને જ્યાં જુઓ ત્યાં મૃત્યુની ચિચયારીઓ સંભળાઈ રહી હતી આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે અને ટોળા અહીં પહોંચી આવ્યા હતા.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ અધિકારીઓનો મોટો કાફલો પહોંચ્યો હતો અને 108 ની ટીમની પણ લાઈન લાગી ગઈ હતી તમામ મૃતોને લાશને પોસ્ટ મોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર પરિવાર અમદાવાદના વિરાટ નગરના હતા જે તેઓ પાલીતાણા મહાતીર્થ એક દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા અને ત્યારે જ રસ્તામાં આ સમગ્ર અકસ્માત સર્જાયો.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચ લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં દસ વર્ષનો એક બાળક પણ સામેલ છે આ અંગે ઘટના સ્થળેથી એક વ્યક્તિનો આધારકાર્ડ પણ પોલીસ અધિકારીઓએ જપ્ત કર્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન નામ લખ્યું છે આ અકસ્માત એટલો ભયંકર અને ગંભીર હતો કે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર બાદ ગાડીનું તો આખું પડ્યું હતું અને કારની સવાર થયેલા પરિવારજનોના મૃતદેહ અને પતરાથી બહાર કાઢવામાં આવ્યા હતા.