સમાચાર

હવામાન વિભાગે કરી આગાહી આવનાર પાંચ દિવસ આ વિસ્તાર માટે ભારે, સૌરાષ્ટ્ર, દ.ગુજરાત સહીત…

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર પાંચ દિવસમાં વરસાદ અમુક વિસ્તારોમાં પડવાની સંભાવના છે આમ છેલ્લા થોડા દિવસોથી વરસાદે આગમન કરી દીધું છે અને તેમાં પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તથા અલગ અલગ વિસ્તાર માં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ તાપી અને નર્મદા માં ભારે વરસાદ પડી શકે છે.

આગામી 5 દિવસ આ વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી અને આમ બીજા અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એવું પણ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ખૂબ જ ગરમી અને બફારો થઈ રહ્યો હતો તેવામાં જ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી અને આમ તેમના આગમનની રાહ જોઈ રહેલા લોકોને ખૂબ જ શાંતિનો અને ઠંડકનો અનુભવ થયો હતો અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો પહોંચી ગયું છે.

તેમાં પણ તે આગળ વધવા માટે તૈયાર છે આમ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ આવે તે પહેલાં જ પ્રિમોન્સુન વરસાદ ની એન્ટ્રી થઈ ગઈ છે તેવામાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો વરસાદી માહોલ જામી ગયો છે અને હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની પણ વાતચીત કરી હતી આમ અમુક વિસ્તારોમાં મેઘરાજા પધારી ગયા છે ત્યારે લોકોને ઠંડકનો અનુભવ થયો છે.

હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદ સામાન્ય તથા વધુ પડશે તેની માહિતી આપી હતી અને તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાથી વીજળી પડવા સાથે ખૂબ જ ભારે પવન આવશે અને સામાન્ય થી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરી હતી આમ આવનારા ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના અમુક સમુદ્રના વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ રહેશે તેવું જણાવ્યું છે.

12 જૂન 2022 ના રોજ દક્ષિણ ગુજરાતની તાપી નર્મદા જિલ્લામાં વધુ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે જણાવ્યું હતું અને સૌરાષ્ટ્ર દમણ-દીવ દાદરા નગર હવેલીમાં ભારે પવન આવશે અને સામાન્ય થી મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે. 13 જૂન 2022 ના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમા ઠંડર સ્ટ્રોમ આવી શકે છે અને તેના આધારે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન આવશે અને સામાન્ય અને મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.

અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા માં પણ વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 14 જૂનના રોજ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર-સોમનાથ અને દીવમાં પણ વીજળી પડવા સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

15 જૂન 2022 ના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને દીવમાં મધ્યમથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 16 જૂન 2022ના રોજ પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાક સુધી રહેશે અને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published.