આગામી પાંચ દિવસ હવામાન વિભાગ એ જાહેર કરી મોટી આગાહી, અમદાવાદ થી લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે… Gujarat Trend Team, September 1, 2022 રાજ્યમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગ મોટી આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમાં આવતીકાલે નર્મદા તાપી ડાંગ વગેરે જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાય છે તેવી શક્યતા છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે અને ઠંડક સ્ટ્રોમ એક્ટિવિટી થવાને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે. જેને કારણે આજે પાછી મારે ને દરિયો ના ખેડવાની સૂચના પણ જાહેર કરવામાં આવી છે, આ તમે 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગની જાહેર કરી છે સુરત અમદાવાદ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ વલસાડ ખેડા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં શહેરની રબારી કોલોની હાટકેશ્વર મણિનગર ઘોડાસર નારોલ જીવરાજ પાર્ક ઘાટલોડિયા ગોતા સેટેલાઈટ નારાયણપુરા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન ચાલુક અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત નવસારીમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો. સમાચાર