થઇ જાવ સાવધાન!! રાજ્યમાં ફરી એકવાર ચારેય કોર પાણી જ પાણી દેખાશે, હવામાન વિભાગે કરી આગાહી…

રાજ્યમાં વરસાદને લઈને અત્યારે હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવામાં વિભાગે બુલેટિન અત્યારે જાહેર કર્યું છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 6 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમે જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે દ્વારકા જુનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ વગેરે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દમણ દાદરા નગર હવેલી વલસાડ સુરત જવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે.

સાથે સાથે સાત જુલાઈ અને આઠ જુલાઈ એ સમગ્ર રાજ્યમાં જ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને રાજ્યમાં બધા જ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરે તો બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ મહીસાગર પાટણ જવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જુલાઈ નવું જુલાઈ ગતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જો આજની વાત કરે તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હવે કાલથી આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ એમ 6 જુલાઈ થી લઈને આગામી ચારથી પાંચ દિવસો માટે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે કેમકે મધ્યપ્રદેશના સેન્ટ્રલમાં લો પ્રેસરની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને આના કારણે સમગ્ર રાજ્યભરમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામશે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.