સ્કુલે જવા નીકળ્યો માસુમ મોતને ભેટ્યો, માતાની નજર સામે જ 5 વર્ષનું બાળક ડમ્પર નીચે આવી ગયું

અમદાવાદ શહેરમાં એક એક્ટિવા અને ડમ્પર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયા એક માસુમ બાળકનું મોત થયું છે. જ્યારે બાળકની માતા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જો કે, અકસ્માતની ઘટનાની જાણ થતા જ અમદાવાદ શહેર પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજની નજીક એક એક્ટિવા અને એએમસીના ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો. મહિલા તેના દીકરાને સ્કૂલે મુકવા માટે જઈ રહી હતી તે દરમિયાન ડમ્પરે એક્ટિવાને અડફેટે લઇ લીધું હતું. જેમાં ૫ વર્ષના એક બાળક દેહર ભટ્ટનું મોત નીપજ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તમે કરમની કઠણાઈ તો જુઓ એક માતાની નજર સામે જ પોતાના ૫ વર્ષના બાળકનું કચડાઈ જવાથી મોત નીપજ્યું છે. જો કે, અકસ્માત પછી ડમ્પર ચાલક સ્થળ પર જ પોતાનું ડમ્પર મુકીને ભાગી ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતા જ અમદાવાદ શહેર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી લીધીહતી. ઉલ્લેખનીય છે કે, દેહર ભટ્ટ આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો. જુનિયર કેજીમાં ભણતો દેહર ભટ્ટ માતા સુરભીની નજર સામે જ ડમ્પરની નીચે આવી ગયો હતો. ત્યારે બાળકનો આગામી ૧ જૂનના રોજ જન્મદિવસ હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.