આવો ચમત્કાર તો માં મોગલ જ કરી શકે… આપે એ આઇ માગે એ બાઈ… પંદરવર્ષે માં મોગલે આપ્યા બે બાળકો એક ભાઈ અને બહેનની જોતી…

મોગલમાંના પરચાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે અને તેમજ મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા.

તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.આઈ શ્રી મોગલ માઁ નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે. માં મોગલ નું નામ જીવનમાં લેવાથી તમામ દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલ ધામની વાત કરીએ તો ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. તેમના દર્શનથી જીવનના દરેક સંકટ અને વિઘ્ન દૂર થાય છે.

કહેવામાં આવે છે કે માં મોગલ ધામમાં દર્શન કરવા આવતા ભક્તો જો કોઈ માનતા કે બાધા લેતો દરેકની માનતા અને બધા પૂરી થાય છે અને દરેકનું દુઃખ દૂર થાય છે. માં મોગલ દરેક ભક્તોને હસતા હસતા મોઢે ઘરે પાછા મોકલે છે. ત્યાંના લોકોનું કહેવું છે કે અહીં મા મોગલ ની બાધા રાખવાથી તમારા બધા જ સંકટ દૂર થાય છે. ન થયેલા કામ પણ પળ વાર માંજ થઈ જાય છે.

માઁ મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે. આજે પણ આપણે એક એવા જ યુગલ વિશે વાત કરવાના છીએ કે જેઓને 15 વર્ષથી સંતાન થતું ન હતું.

પરંતુ તેમને મા મોગલ ની બાધા રાખી હતી. માતાજી પરની અપરંપાર શ્રદ્ધાથી તેઓના 15 વર્ષના લગ્નજીવન બાદ બે બે સંતાનોનું સુખ મળ્યું છે. તેઓના ખોળે દીકરા અને દીકરી બંને જન્મ્યા છે. મા મોગલ એ તેમની ઈચ્છા પૂર્ણ કરી. તેઓ પુરા પરિવાર સાથે મા મોગલ ના દર્શન કરવા આવ્યા હતા. ત્યાંના મણીધર બાપુએ આ છોકરા અને છોકરીના નામ પણ રાખ્યા હતા. તેઓ જણાવે છે કે તારા સંતાનો તો માં એ દીધેલા છે. માતાજીની અસિમ કૃપા વડે તારા ઘરે જોડિયા સંતાનો જન્મ્યા છે.

માં મોગલ ધામના મણીધર બાપુ નું કહેવું છે કે જો સાચી શ્રદ્ધાથી માં મોગલ સામે કોઈ માનતા તે બાધા રાખી હોય તો અવશ્ય પૂર્ણ થાય જ છે. તેઓનું કહેવું છે કે ભક્તોને મા મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ છે. લોકો અહીં ખૂબ જ શ્રદ્ધાથી અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક માનતા લઈને પોતાના સંકટને દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *