પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે નડિયાદમાં ભર શિયાળે ચોમાસા નો નજારો
નડિયાદ પારસ સર્કલ પાસે મુક્તિધામની સામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં નડિયાદમાં ચોમાસા જેવો ભારે નજારો જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાં ભંગાણના કારણે રોડ પર ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા હતા. અને આ પાણી ભરાઈ જવાના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અને ઘણા બધા વાહનો અટવાઈ ગયા હતા જેનાથી ખૂબ જ મુશ્કેલી થઈ હતી અને ટ્રાફિક જામ જેવો માહોલ થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાઈપલાઈનમાં જામનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પાઈપલાઈનમાં ભંગાણના કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નોલોજીના અભાવે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવાનું આ ઘટનાએ દર્શાવ્યું છે.
પાલિકાના કર્મચારીઓ કાટમાળને ઢાંકીને ત્યાંથી રવાના થયા હતા. રાત્રે છોડવામાં આવેલા કાટમાળમાંથી મોટા પ્રમાણમાં પાણી વહી જતાં પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક તરફ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે તો બીજી તરફ પાલિકાની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.