હેલ્થ

પાણીપુરી ખાવાથી તમારું વજન ઘટશે સડસડાટ, જાણો તેના ફાયદાઓ

પકોડીનું નામ સાંભળતા જ કોઈ પણના મોંમાં પાણી આવી જતું હોય છે. જ્યારે પણ છોકરીઓની વાત આવે ત્યારે તેઓ જ્યાં પણ ગઈ હોય અને ત્યાં પકોડીનો સ્ટોલ જોવા મળે તો તે તરત પકોડી ખાવા ઉભી રહી જતી હોય છે. પરંતુ ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે જ્યારે પણ કેટલીક છોકરીઓ પોતાનું વજન ઓછું કરી રહી હોય છે તો તે પકોડી ખાવાનું છોડી દેતી હોય છે. છોકરીઓને એવું લાગે છે કે પકોડી ખાવાથી તેમનું વજન વધી જશે. પરંતુ જો તમને એ વાતની ખબર પડે છે કે પકોડી ખાવાથી શરીરનું વજન ઓછું થઈ જાય છે તો તમે પણ આ સાંભળીને એકદમ ચોંકી જશો. તો આવો જાણીએ કેવી રીતે પકોડી ખાવાથી તમારા શરીરનું વજન ઘટી જાય છે.

આ રીતે કરો શરીરનું વજન ઓછું હવે અમે તમને એ જણાવીશું કે પકોડી ખાઈને તમે તમારા શરીરનું વજન કેવી રીતે ઓછું કરી શકો છો. જો તમે પકોડીમાં મીઠું નહી ઉમેરો અને હીંગ, લીંબુ તેમજ ફુદીનાનનું પાણી અને સાથે મીઠું ઉમેરો તે તેનાથી તમારા વધતા વજનની સમસ્યાઓ ઓછી થઇ શકે છે. તેની સાથે જો તમે તમારા લોટથી બનેલી પકોડી અને ઓછા તેલમાં તળેલી પકોડી ખાશો તો તમારું વજન થોડું જલદી ઓછું થવા લાગશે.

જો તમે ડાયેટપ્લાન ફોલો કરી રહ્યા છો તો તમે પકોડી ખાઈ શકો છો. આટલું જ નહીં, ૬ પકોડીની ૧ પ્લેટ તમારું વજન ઓછું કરવામાં ખુબ સારી સાબિત થઇ શકે છે. જેથી વજન ઓછુ કરવા પકોડી લાભદાયી છે. આનું એક કારણ એ છે કે જો તમે પકોડી ખાવ છો તો તમને કોઈ પણ સમયમાં જલદી ભૂખ નથી લાગતી. અને જ્યારે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, ત્યારે તમે ખાવાનું ઓછું ખાવ છો અને ઓછું ખાવાથી તમારું વજન પણ ઓછું થઈ જાય છે.

પકોડીની સાથે વર્કઆઉટ પણ જરૂરી હવે એવું પણ નથી કે વજન ઓછું કરવા માટે તમારે માત્ર પકોડીનો આશરો લેવાનો છે, પરંતુ આની સાથે સાથે તમારે વર્કઆઉટ અને એક્સરસાઇઝ પણ કરવી ખુબ જરૂરી છે.

આ રીતે બનાવો શરીરને હેલ્ધી જો તમે એવું ઇચ્છતા હોવ તો તમે ઘરે પણ પકોડી બનાવી શકો છો. આ માટે જો તમે મીઠા પાણીનો ઉપયોગ નહીં કરો, તેની જગ્યાએ જો તમે જીરું અથવા જલજીરોનનો ઉપયોગ કરો છો, અને તમે તેમા ચણા કે મગની દાળ જેવી હેલ્ધી વસ્તુઓ ભરીને હેલ્ધી પકોડી પણ બનાવી શકો છો.

બપોર પકોડી ખાવાથી મળશે વધુ ફાયદો જો તમે હવે પકોડી ખાવા વિશે વિચારી જ રહ્યા છો, તો તમારે તેને બપોરે ખાવી જોઈએ. તો તમને થોડો વધુ ફાયદો થશે. તેના અન્ય ફાયદાઓ પણ જાણો : ૧. પેટ એકદમ સાફ રહે છે. ૨. શરીરની પાચક સિસ્ટમ સારી રહે છે. ૩. મોંમાં પડેલા ચાંદા દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *