સમાચાર

શું તમે પાણીપુરી લવર્સ છો તો આ વિડીયો તમારા માટે છે ?

આ પહેલા પાણીપુરીમાં આપે ત્યારે આ પ્રકારનું કોમ્બીનેશન નહીં જોયું  હોય  બની શકે કે આ વીડિયો જોયા બાદ તમે પાણીપુરીને વધારે ડીલીસીયસ કહો કે પછી પાણીપુરી ને જોઈને ઉબકા પણ કરવા લાગો કેમકે આ વીડિયોમાં પાણીપુરીમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે કે જેને જોઈને લોકો wow કહે અથવા તો ઊલટી કરવા માંડશે કેમકે દરેક લોકો માટે આ પાણીપુરી યોગ્ય નથી અને જે લોકો એ EGG LOVERS તેમના માટે આ પાણીપુરી ખાસ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો સુરતનો છે જ્યાં પાણીપુરીમાં એવી વસ્તુઓ નાખવામાં આવે છે જેને જોઈને લોકો વિચારવા લાગે છે કે આવી વસ્તુ પાણીપુરીમાં નંખાતી હશે આપણે ત્યાં બે પ્રકારની કેટેગરીના લોકો રહેશે વેજિટેરિયન અને નોન વેજિટેરિયન આમાં એક કેટેગરીનો ઉમેરો થયો છે અને એ છે EGGETARIAN એટલે કે જે લોકો નોનવેજ નથી ખાતા પરંતુ તેઓ માત્ર એગ્ઝ ખાતા હોય છે.

ત્યારે આ વાત EGGETARIAN   લોકોને લાગુ પડે છે કેમ કે સોશિયલ મીડિયા પર સુરતના વાયરલ થયેલા વિડિયોમાં પાણીપુરી ની અંદર એગ્ઝ નાખવામાં આવે છે. સુરતના દુકાનદારે આ અનોખો પ્રયોગ કર્યો જેમાં તેણે પાણીપુરીની સાથે ઈંડા નો ઉપયોગ કર્યો છે સુરતના દુકાનદારના આ પ્રકારના પ્રયોગને જોઈને કેટલાક લોકો સુરતના દુકાનદાર પર ભડકી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારની પાણીપુરી જોઈને અમને વોમિટિંગ થાય છે.

ફૂડ બ્લોલગ આશિષ શ્રીવાસ્તવે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો દુકાનદાર પર બગડી રહ્યા છે તો કેટલાંક યુઝર્સ એવું પણ લખી રહ્યા છેકે હવે પાણી પુરી ખાવાનું છોડી દેવું પડશે આ વીડિયોમાં દુકાનદાર મોટી કડાઈ તેલ કાપેલી ડુંગળીલીલા મરચાટામેટા અને પછી બે ઈંડાની જર્દી નાખીને તેમા થોડો મસાલો મિશ્રિત કરે છે ત્યારબાદ સ્ટ્ફ મેશ કરી ગ્રેવી તૈયાર કરે છે અને તેને એક વાડકીમાં મૂકે છે પછી આ ગ્રેવીને પાણીપુરીમાં નાખીને તેના પર દહીં અને સેવ નાખે છે ત્યારબાદ તે પાણીપુરી શોખીનોને આ અનોખી ઇંડાયુક્ત પાણીપુરી ખવડાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *