અમદાવાદ 259 રૂપિયામાં મળે છે 60+ આઈટમ, 4 રૂપિયમાં મળે છે અનલિમિટેડ પિઝ્ઝા Gujarat Trend Team, June 6, 2022 પીઝા નું નામ આવતા નાનાથી લઈને મોટાઓ ના મોમાં પાણી આવી જાય છે. આજકાલ લોકોને પીઝા ખાવા ખુબ જ ગમે છે. વિકેન્ડ હોય અથવા તો ઘરમાં કોઈ ફંક્શન હોય તો લોકો તેને સેલિબ્રેટ કરવા માટે પીઝા ખાવા જતા હોય છે.પિઝા એ મૂળભૂત ઇટાલિયન વાનગી છે. આ વાનગી બ્રેડ પર પીઝા સોસનું વેજીટેબલ અને ચીઝ ઉમેરીને બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે બધાને ગમે છે. પિઝામાં પણ સમય સાથે ઘણા ફેરફારો થયા છે. પિઝા પણ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. ભાખરી પિઝા, બ્રેડ પિઝા વગેરે જેવા વિવિધ પ્રકારના પિઝા બનાવવામાં આવે છે. ભારતીય પિઝાનો આધાર સખત અને પ્રોસેસ્ડ ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આજે આપણે અમદાવાદમાં પાપા લુઈસ પિઝા વિશે વાત કરવાનાં છે એ પેહલા આજે આમે તમને પિઝા કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખવીશું. આજે અમે તમારા માટે તવા પિઝા બનાવવાની રીત લાવ્યા છીએ, જે ખૂબ જ સરળ છે. દરેક ઘરમાં ઓવનની જરૂર હોતી નથી. તો જેમની પાસે ઓવન નથી તેમના માટે આજે અમે તમને જણાવીશું કે ઓવન વગર પિઝા કેવી રીતે બનાવી શકાય. આ પિઝા 5 થી 7 મિનિટમાં બની જાય છે અને તેનો સ્વાદ બજારમાં મળતા પિઝા કરતા ઘણો સારો છે. તો આજે જાણો કેવી રીતે બનાવશો તવા પિઝા? પિઝા માટે જરૂરી સામગ્રી તૈયાર પિઝાબેઝ , 2 થી 2.5 ચમચી પિઝા સોસ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબ્સ ઉભૂ સમારલુ લીલું કેપ્સીકમ, ડુંગળી બટર ચીઝ પિઝા સોસ માટેની સામગ્રી: 1 ચમચી માખણ, 1 વાટકી ટોમેટો સોસ અને 1 ચમચી લાલ મરચાની ચટણી 1 ટીસ્પૂન કન્ફોલીયર અને 2 થી 3 ટીસ્પૂન પાણી 1 ચમચી પીસેલા લીલા મરચા, 1/2 ચમચી કેરમ બીજ, 1/2 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી ખાંડ, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી મરચાના ટુકડા, સ્વાદ માટે મીઠું. પિઝા સોસ બનાવવાની રીત સોસ બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં બટર એડ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા એમાં નાખી દેવા, અને તેને મિક્ષ કરી દો. પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે. પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડુ કરી લેવું. 10 થી 15 મિનીટ બાદ તમારો પિઝા સોસ તૈયાર છે પિઝા કેવી રીતે બનાવશો પિઝા બનાવવા માટે સૌપ્રથમ તવાને ગરમ કરો. ત્યારબાદ પીઝા બેઝ પર થોડું બટર લગાવી તેને પેનમાં મૂકો. ઢાંકીને મધ્યમ તાપ પર થવા દો. ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવો. જ્યારે તે ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પલટી લો. તેને ફરીથી ઢાંકીને તળિયે થોડીવાર પાકવા દો. પછી પીઝા સોસ લો અને તેને પીઝા બેઝ પર ફેલાવી દો. તેમાં કેપ્સીકમ, ડુંગરી વગેરે ઉમેરો. પછી ઉપર ચીઝ છીણી લો. હવે ઉપર લાલ કેપ્સીકમ અને કેરમ સીડ્સ ઉમેરો. હવે તેને 2 મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ તેના ઉપરથી ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને મિક્સ હબ નાખો હવે આપણો ફ્તવા પિઝા તૈયાર છે. જો તમે પણ પીઝા ખાવાના શોખીન હોવ તો અમદાવાદના પાપા લુઈસ પીઝાનો અવશ્ય ટેસ્ટ કરજો. અહીં તમને 259 રૂપિયામાં અનલિમિટેડ પિઝા તેમજ અનલિમિટેડ સલાડ ખાવા મળશે. પાપા લુઈસ પીઝા માં ટોટલ ચાર પ્રકારના મોટા કાઉન્ટરો હોય છે. 1 કોલ્ડ સલાડ કોર્નર / હોટ સલાડ કોર્નર 2 ચાટ કોર્નર 3 સુપ અને કોલ્ડ ડ્રિંક્સ કોર્નર 4 ડેસર્ટ કોર્નર જેમાં તમને કોલ્ડ અને હોટ સલાડ કોર્નરમાં 26 થી પણ વધારે પ્રકારના સલાડ જોવા મળે છે. જેમાં તમને અલગ-અલગ પ્રકારના પાસ્તા, કોર્ન્સ, વેજિટેબલ, ફ્રૂટ ચાઈનીઝ, મનચુરીયન,મેગી, ફ્રાય રાઈસ, ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે જોવા મળે છે. જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. ચાટ કોર્નર વિભાગમાં તમને પાણીપુરી તેમજ ચાટ ખાવા મળશે. તમે અલગ-અલગ પાણીના ફ્લેવરમાં ગોલ ગપ્પા પાણીપુરી, ભેળ, ચાટ પુરી ખાવા મળશે. સુપ અને કોલ્ડ ડ્રિંક્સ કોર્નરમાં તમે અલગ-અલગ પ્રકારના ટોમેટો સૂપ, મનચાઉ સૂપ અન્ય કેટલાય પ્રકારના સુપ તેમજ જૂયસ, અને કોલ્ડ્રિંક્સ પીવા મળશે. ડેસર્ટ કોર્નરમાં તમને કેક, બ્રાઉની, તેમજ અન્ય ઘણી બધી આઈસક્રિમ પણ ખાવા મળશે. અહીં તમને ટોટલ ચાર પ્રકારના ગરમા ગરમ પીઝા ખાવા મળશે. અને ત્રણ પ્રકારની ગાર્લિક બ્રેડ ખાવા મળશે. આ બધી જ વસ્તુઓ અહીં 259 માં અનલિમિટેડ ખાવા મળે છે. સવારે અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ પીઝા શોપ ખુલ્લી હોય છે. બપોરે 4 થી 5 માં બ્રેક હોય છે. જો તમે પણ અમદાવાદના હોવ અથવા તો અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો અવશ્ય પાપા લુઈસ પિઝાની મુલાકાત અવશ્ય લેજો. અનલિમિટેડ પિઝા અને અનલિમિટેડ સલાડ ખાવાની ખૂબ મજા પડી જશે. તો ચાલો નોંધી લો સરનામું. શોપ નંબર 2&3, અક્ષર 3 કોમરશિયલ હબ, તપોવન સર્કલ, એસ એમ એસ હોસ્પિટલ ની પાછળ, મોટેરા, અમદાવાદ, ગુજરાત લાઈફ સ્ટાઈલ