લેખ

પરિણીતાને અન્ય યુવક સાથે હતી તો પ્રેમી સાથે મળીને એવી ઘટનાને આપ્યો અંજામ કે…

ભોપાલ શહેરના રામ નગર વિસ્તારમાં પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસીને બે બાળકોને બાનમાં લઇને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરવાના ગુનામાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે. આ લૂંટ બીજા કોઈએ નહીં, પરંતુ પરિણીતા અને પ્રેમીએ પોતાના માણસો સાથે કરીને કરી હોવાનું સામે આવ્યું છે. ભોપાલના રામ નગર માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટમાં પ્રેમપ્રકરણ સામે આવ્યું છે.

ફરિયાદીની પત્ની એ જ લૂંટનો પ્લાન રચ્યો હતો. ફરિયાદીના પત્નીએ જ પ્રેમીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા આપ્યા હતા. જો કે, દિવાળીના તહેવારમાં ધન તેરસના પતિ દાગીના વગેરે માંગશે, જેથી પકડાઇ જવાની બીકે પત્નીએ લુંટનો પ્લાન બનાવ્યો હતો. ભોપાલ શહેરના રામ નગર વિસ્તારમાં રહેતા મહેશ આનંદ (નામ બદલાવેલ છે.) રેલવેના અધિકારી તરીકે ફરજ બજાવે છે. સોમવારે તેમના સાત વર્ષીય પુત્રનો જન્મ દિવસ હોઈ મોડી સાંજે તેઓ પત્ની સાથે બજારમાં જન્મ દિવસ ઉજવવા સમાન લેવા ગયા હતા.

આ વખતે તેમની આશરે 13 વર્ષિય દીકરી અને સાત વર્ષનો દીકરો ઘરે જ હતા. આ તકનો લાભ લઇને આવેલા ચાર લૂંટારુઓએ પહેલા બાળકોને દરવાજો ખોલવા માટે કહ્યું અને તમારા પાપ્પાએ અમને બોલાવ્યા છે તેમ કહેતા બાળકીએ ના પાડી હતી. ત્યાર બાદ પીવાનું પાણી માંગતા બાળકીએ પાણી માટે દરવાજો ખોલતા લૂંટારુઓએ ચારે શખ્સોએ ઘરમાં પ્રવેશી બાળકી અને તેના ભાઇ સાથે મારામારી કરીને બાનમાં લીધા. તેમના ભાઈ અને માતા-પિતાને જાન થી મારવાની ધમકી આપી ઘરની તીજોરી તોડી લૂંટ કરી ફરાર થયા હતા.

મહેશ આનંદ અને તેમની પત્ની ઘરે આવતા ઘરમાં સર સમાન અસ્તવસ્ત જોઈ તેઓ ચોંક્યા હતા અને બાળકો તેમને ઘટના વિશે વાત કરી ત્યારબાદ ઘરની તિજોરીમાં તપાસ કરતા લાખોની લૂંટ હોવાનું માલૂમ પડતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તિજોરીમાં તપાસ કરતા બે હજાર રોકડા અને 20 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટના સથળે પહોંચી લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઘટના એવી બની હતી કે પરિણીતાને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. તેઓ બંને એક મોલમાં મળ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે વાત ચિત શરૂ થઈ હતી. તેઓ એ એકબીજાના મોબાઈલ નંબર પણ એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ તેઓ ફોનમાં રાત ભર વાતો કરવા લાગ્યા હતા. તેઓ દરરોજ મળતા હતા. યુવતી કોઈના કોઈ બહાને તેને મળવા આવતી હતી. પછી તો તેઓ યુવકના ઘરે પણ મળવા લાગ્યા હતા અને બાંધતા હતા. આ સમય દરમ્યાન જ તેઓ પોતાના ભવિષ્ય વિશે ચિંતા પણ કરતા હતા. તેઓ તેઓને લાગ્યું કે આમ તેઓ આખી જિંદગી મળી શકશે નહિ. તેથી એક થઈ જવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ તેમણે એક પ્લાન બનાવ્યો હતો.

પરિણીતાનો પતિ અને તે પોતે બજારમાં ખરીદી માટે જશે અને તે યુવક તેના ઘરે આવીને તિજોરીમાં રાખેલ દાગીના ચોરી જશે એવો પ્લાન બનાવવામાં આવ્યો હતો. અને યુવતીએ તેઓ ખરીદી માટે જતા હતા ત્યારે ફોન કરીને યુવકને જાણ કરી હતી. ત્યાર બાદ યુવક આવ્યો હતો અને બાળકોને ધમકાવીને દાગીના લઈ ગયો હતો. જ્યારે પતિ પત્ની ખરીદી કરીને ઘરે આવ્યા ત્યારે સમગ્ર મામલાની તેમને જાણ થઈ અને તેઓએ પોલીસમાં ફરિયાદ કરી. પરંતુ પોલીસ તપાસમાં જે સામે આવ્યું તે જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *