સમાચાર

પશ્ચિમ બંગાળમાં દર્દનાક કિસ્સો સામે આવ્યો, પતિએ પત્નીનો હાથ કાપી નાખ્યો કારણ જાણીને સૌ કોઈ ચોંકી ગયા

આ ઘટના પૂર્વી બર્દવાન જિલ્લાના કેતુગ્રામની છે. રેનું ખાતુન નામની મહિલાએ સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી લીધી હતી. આ વાત તેના પતિને પસંદ આવી ન હતી. તેના પતિને લાગતું હતું કે તેની પત્ની નોકરી કરવાથી તેનાથી દૂર થઈ જશે અને બીજા સાથે લગ્ન કરી લેશે. આથી પતિ મોહમ્મદ શેખ એ ગુસ્સામાં આવીને પત્નીનો હાથ કાપી નાખ્યો હતો.

રેનુ ખાતૂનએ નોકરી લીધા બાદ દરરોજ તે હોસ્પિટલમાં જતી હતી. પરંતુ આ વાત તેના પતિ મોહમ્મદને સહેજ પણ પસંદ ન હતી. તે તેની પત્ની ઉપર ખૂબ જ શંકા કરતો હતો. ઉપરાંત મોહમ્મદના મિત્રોએ પણ તેને ભડકાવ્યો હતો કે તારી પત્ની તારા થી દુર ચાલી જશે અને બીજા જોડે લગ્ન કરી લેશે.

રેનુ ખાતૂનએ આ ઘટના અંગે ખુલાસો કરતાં પોલીસને જણાવ્યું છે કે મારું નામ સરકારી નોકરીમાં આવ્યા બાદ બાદ મેં નર્સની નોકરી સ્વીકારી હતી. જે મારા પતિ મોહમ્મદને બિલકુલ પસંદ આવ્યું ન હતું. તે વારંવાર મને નોકરી છોડી દેવાનું જણાવતો હતો. તેના કારણે અમારી વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. મેં એને સમજાવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમજવા માટે તૈયાર જ ન હતો.

જ્યારે મારે દુર્ગાપુર જવાનું હતું ત્યારે મોહમ્મદ મને ઘરે બોલાવી હતી. અમે બંને રાત્રે ભોજન કરીને સુઈ ગયા હતા. પરંતુ રાત્રે અચાનક જ મારી આંખ ખુલતા જોયું કે મોહમ્મદ વારંવાર વોશરૂમ જઇ રહ્યો હતો. જ્યારે મેં તેનું કારણ પૂછ્યું ત્યારે મોહમ્મદએ જણાવ્યું કે મને ખૂબ જ પેટમાં દુખે છે. ત્યારબાદ રેનુના મોઢા ઉપર કોઈ વ્યક્તિએ તકીઓ દબાવી દીધો હતો. અને ચપ્પા જેવી ધારદાર વસ્તુ વડે તેનો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સંડોવાયેલા છે.

આ ઘટના બાદ રેનુ ને બર્દવાન મેડિકલ કોલેજમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યાંના હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે પીડિતાનો જમણો હાથ ગંભીર રીતે કપાઈ ગયેલો હતો. આથી તેને બચાવવા સર્જરી કરી હતી પરંતુ પરંતુ હાથ કાપવો પડયો હતો. તેની માથામાં પણ ખૂબ જ ઈજાઓ થઈ હતી. આરોપીઓ આ પીડિતાના બધા જ ડોક્યુમેન્ટ લઈને પણ ભાગી ગયા હતા. પોલીસે પીડિતાના પતિ અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Leave a Reply

Your email address will not be published.