આવું મોત ભગવાન કોઈને ના આપે!! પાટડીમાં વ્યક્તિ ગાડીનું ટાયર બદલી રહ્યો હતો ને ટ્રકચાલકે અડફેટમાં લઇ લેતા યુવકનું…

છેલ્લા કેટલાય વખતથી અમદાવાદ અને કચ્છ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો સાંભળવા અને જોવા મળે છે. માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે એક યુવકની ગાડીનું પંચર થઈ ગયું હતું આથી એ પંચર પડેલી ગાડીમા ટાયર બદલતો હતો અને તેના ઉપર ટ્રક અચાનક જ ફરી વળતા તેનું મૃત્યુ નીપજયું છે. ટ્રક ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો ત્યારબાદ બજાણાની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ વધારી છે.

માલવણ હાઇવે પર અકસ્માત ભુરસિંગ નાથુસિંહ રાવત અમદાવાદથી જે.કે.પટેલ ટ્રાન્સપોર્ટ કંપનીનું વાહન લઈને હેવમોર કંપનીનો આઈસ્ક્રીમ ભરીને ભુજ જવા નીકળ્યા હતા. તે સમયે અમદાવાદ-ભુજ હાઈવે પર માલવણ હાઈવે પર કચોલિયાના બોર્ડ પાસે તેમની કાર પંચર થઈ ગઈ હતી અને તેઓ રોડની સાઈડમાં કારમાં જેક લગાવીને વ્હીલ બદલી રહ્યા હતા.

પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ પર પંકચર થયેલ ગાડીની પાછળના ભાગમાં અથડાઈ હતી, જેને કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું. તેમજ ટ્રકમાં પેક કરેલો હેમોર કંપનીનો આઈસ્ક્રીમ રોડ પર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતમાં પંકચર થયેલા વાહનમાં ટાયર બદલી રહેલા ભુરસિંગ નાથસિંહ રાવતને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માલવણ હાઈવે પર કચોલિયાના બોર્ડ પાસે અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતક ભુરસિંગ નાથસિંહ રાવતના ભત્રીજા મોહનસિંહ ગોપાલસિંહ રાવતની ફરિયાદના આધારે બજાણા પોલીસે અકસ્માત સંદર્ભે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઈ એન.એ.ડાભી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *