ઓસ્ટ્રેલિયામાં રહેતા પટેલ ના દીકરાના અનોખા શોખ, MUKHI નામની નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે તેની પાછળનું રસપ્રદ કારણ…

દરેક ગુજરાતીઓ ને એક પોતાની જાળીનો ફેન્સી નંબર મળે તેવું ઈચ્છે છે અને તે નંબર પ્લેટ નું આકર્ષણ હંમેશા ગુજરાતીઓને રહેતું હોય છે અને તેની માટે જો ખીલ ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે આમ ગુજરાતીઓનો આ મિજાજ એકલા ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળ્યો છે વિદેશમાં અલગ-અલગ ગુજરાતીઓની મનપસંદ નંબર પ્લેટ મળે તેની માટે તેઓ ઘણા બધા ડોલર ખર્ચવા માટે પણ તૈયાર થાય છે અને આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં બન્યો હતો તે મૂળ ગુજરાતી છે.

તેને પોતાના મનપસંદ નંબર માટે તે ઘણા બધા ડોલર ખર્ચવા માટે પણ તૈયાર થાય છે આમ આ યુવાન એટલે કે મંથન રાદડિયા. તે મૂળ અમરેલી જિલ્લાનો એક પટેલ નો દીકરો છે અને તે અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે તે ઓસ્ટ્રેલિયામાં MUKHIનામની નંબર પ્લેટનો દિવાનો છે અને તેવી લક્ઝુરિયસ કારમાં તેઓ કરતો જોવા મળે છે મંથન રાદડિયાએ અત્યાર સુધી લગભગ પાંચ કાર ફેરવી ચૂક્યો છે અને તેને તેની દરેક કારની ઉપર MUKHI (મુખી) આજ નંબર પ્લેટ રાખી છે અને તે વિશે મંથન રાદડિયાએ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે.

મંથન રાદડિયા જે મૂળ અમરેલી જિલ્લાનો છે અને તેમાં આવેલા સાવરકુંડલાના ગજડી ગામનો વતની છે અને તે છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે તેના માતા-પિતા અત્યારે અમદાવાદના નિકોલમાં વસવાટ કરે છે વર્ષ 2017માં જ્યારે તેને ધોરણ ૧૨ નો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેને વધુ અભ્યાસ કરવો હતો અને તેની માટે તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માં ગયો હતો અને ત્યાં તેને હોટલ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કર્યો હતો ત્યાર પછી તેને ડિપ્લોમા ઇન હોસ્પિટાલિટી નો કોર્સ કર્યો એમ બંને ગ્રોસરી ના બિઝનેસમાં ખૂબ જ રસ હતો તેથી તેને તેમાં ભણવાનું ચાલુ રાખ્યું અત્યારે તે પરિસ્થિતિમાં ઇન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ કરીને હોલસેલ ના ભાવે વેચવા નું કામ કરે છે અને તેની માટે તેને એક વેરહાઉસ પણ ત્યાં લીધેલ છે.

ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ જ્યારે મંથન મેલબોર્ન માં પહેલી કાર ખરીદવા ગયો ત્યારે તેણે એક હજાર ડોલર ખર્ચ્યા હતા અને તેને MUKHIનામની નંબર પ્લેટ લીધી હતી. ત્યારબાદ તેને આજ નંબર પ્લેટ થી બીજી એક કાર ખરીદી હતી આમ તેને ઓસ્ટ્રેલિયામાં કુલ ચાર વર્ષમાં પાંચ કાર લીધી હતી અને તે સમગ્ર કારનો નંબર MUKHIજ રાખ્યો હતો. આ અલગ-અલગ કારમાં તેને જીપ થી લઈને ઓડી કાર ફેરવી છે. અને તે બધી જ કારનો નંબર MUKHI જ હતો તેને 2000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 1.11 લાખ રૂપિયા ખર્ચીને વધુ એક આ નામની નંબર પ્લેટ લેવાનો વિચાર કર્યો છે.

MUKHI આ નંબર રાખવા પાછળનું કારણ મંથન આ નંબર પ્લેટ કેમ રાખે છે તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે મારા દાદાજી લાલજીભાઈ રાદડિયા પોતાના સમયમાં MUKHIહતા અને તેમનો સરપંચ નો હોદ્દો પણ હતો ગામના લોકોને કોઈ પણ કામ હોય ત્યારે તેમના દાદા મૂકીને જ મળવા આવતા હતા આમ ગામમાં તેમના દાદા ની ઘણી જ મોટી માન મર્યાદા હતી અને દાદા ઘોડો લઈને પણ નીકળતા ત્યારે ઘોડાના ડાબલા ના અવાજ થી લોકો તેમને જોતા અને કહેતા કે MUKHIઆવ્યા છે એટલે બધા જ તેમને આગળ ઊભા રહી જતા હતા આમ મારા દાદા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ ગામના MUKHIજ રહ્યા હતા તેથી મેં મારા પિતા મોટા બાપુજી અને કોઈ પાસેથી આ સમગ્ર બાબત સાંભળી હતી અને આ વાત કરતા કરતા તેઓ ભાવુક થઇ ગયા હતા.

ત્યારબાદ તેમને આગળ જણાવ્યું હતું કે તેમના દાદા લાલજીભાઈ રાદડિયા ૧૯૪૨ થી ૧૯૭૭ સુધી તેમના ગામમાં MUKHIરહ્યા હતા અને તેમને પાંચ દીકરા હતા તેમાં તેમના પિતા સૌથી નાના હતા ત્યારબાદ તેમના પિતા ધંધા માટે બીજા ગામ ગયા ત્યાં તેમને હીરાનું કામ શરૂ કરી દીધું હતું અને ત્યાં સુધીમાં તો તેમની છાપ પણ મૂકી તરીકે પડી હતી આમ તેમના પપ્પા ની છાપ પણ મૂકી પડી હતી તેવું જ મારી સાથે થયો હું તેમનો મોટો દીકરો છું અને અહીં ઓસ્ટ્રેલિયામાં પણ મને બધા MUKHIના નામથી જ ઓળખતા હોય છે તથા મારું સાચું નામ ઘણા બધા લોકો જાણે છે અને મારા દાદા ના કારણે મને પણ ઓળખી નામથી ઘણો બધો લગાવ છે તેથી જ હું મારી દરેક નંબર પ્લેટ માં MUKHIનામ જ લઉં છું.

તે જણાવે છે કે દરેક ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતના લોકો આ નામ રાખવા પાછળ ઘણા બધા પ્રશ્નો કરે છે અને તે પોતાના દાદાની વાત લાગણીવશ થઈને દરેક વ્યક્તિને જણાવે છે. આમ તે એ પણ કહે છે કે મેં બે વર્ષ અગાઉ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે મારા પિતાને એક કાર આપી હતી અને તેમાં પણ MUKHIલખાવેલ હતું. તે ગર્વ સાથે કહે છે કે મારા દાદા સાથે જોડાયેલા નામ વિદેશમાં પણ મળી ઓળખ ઊભી કરે છે.

મંથન જણાવે છે કે આ ખાસ નંબર લેવા માટે ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં મારે એક રિક્વેસ્ટ મોકલવાની હોય છે ત્યારબાદ તેઓ મને મોકલેલા નંબરનો ખોટો અર્થ થાય છે કે નહીં તે ચેક કરે છે ત્યાર બાદ તેમને નંબર યોગ્ય લાગે તો તે મારા નંબર ની રિક્વેસ્ટ અને એપ્રુવલ આપે છે આમ અમુક લોકો આ પ્રકારના નંબર ની રિક્વેસ્ટ કરતા જ હોય છે અને તેનો ખરાબ અથવા તો ખોટો અર્થ થાય તો તેઓ તેને સ્વીકાર કરતા નથી.

તેઓ જ એક કિસ્સો સિડનીમાં બન્યો હતો અને તેનો ખૂબ જ ખરાબ અર્થ બનતો હોવાથી તે નંબર પ્લેટ ને પાછી ખેંચી લેવામાં આવી હતી. મંથનનો સમગ્ર પરિવાર અમદાવાદમાં નિકોલમાં ગોપાલ ચોક પાસે રહે છે અને તેમના પિતા હીરા ઘસવાનું કામ પહેલા કરતા હતા ત્યારબાદ તેમનો યાર નો બિઝનેસ શરૂ કર્યો અને તેમાં મંદી આવતાં જ ઘીનો વેપાર કરે છે તથા તેમના માતા ગૃહિણી છે અને નાના ભાઈ નું ભણવાનું પૂરું થઈ જતા તે પણ હવે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરવામાં પડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *