હેલ્થ

શું તમને પણ પથરી, ગેસ જેવી સમસ્યા થાય છે તો ખાઓ આ શાક અને પછી જુઓ જાદુ

શિયાળામાં લીલા શાકભાજી ખાવાથી ખુબ સારા ફાયદા થાય છે. મૂળો એ આપણા સ્વાસ્થ્ય માટે છે બેસ્ટમાં બેસ્ટ શાકભાજી છે. તેના સેવનથી ગંભીરમાં ગંભીર બીમારીઓ દૂર થઇ જશે. શિયાળો આવતાની સાથે અનેક લીલા શાકભાજી માર્કેટમાં આવવા લાગે છે. ત્યારે જેમા મૂળો પણ શાકભાજી ખાસ છે. મૂળો માત્ર એક શાકભાજી તરીકે લેવામાં નથી આવતો પણ તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. અને ઘણી બીમારીઓને દુર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો મૂળા ખાવાથી થતા ફાયદા વિષે જાણીએ.

આંખો સારી રહેશે મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’ જેવા જરૂરી તત્વો મળી આવે છે જે આપણી આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે મૂળાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. સવારે ખાવામાં નિયમિત રીતે મૂળાને જરૂરથી ઉમેરો અને તેનું સેવન કરો.

ઊંઘ ન આવવાની તકલીફ દુર થશે આમ તો રાત્રે મૂળા નાં ખાવા જોઈએ તેવું કહેવાય છે પરંતુ જો તમે પણ ઊંઘ ન આવવાની તકલીફથી પરેશાન થઇ ગયા છો તો રોજ સાંજે એક મૂળાનું સેવન કરવાનું રહેશે. આમ કરવાથી તમને ખુબ સારી ઊંઘ આવશે. મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે જેના લીધે પેટ ભરેલું જ રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.

મૂળા ખાવાથી ગેસથી છુટકારો મળશે મૂળા ગેસની તકલીફ માટે રામબાણ ઈલાજ છે. મૂળા અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે. મૂળા ગેસની વધતી ગતિને વધારે છે. જેના કારણે આતરડામાં અટકેલી ગેસ હોય છે તે પસાર થઇ જાય છે અને રાહત અનુભવાય છે. પથરીની સમસ્યા દૂર થઇ જશે મૂળાના રસમાં ક્ષારીય ગુણો રહેલા હોય છે જેના લીધે તે ગુદા અને મૂત્રમાર્ગની પથરીના રોગીઓ માટે ખુબ ફાયદાદાયક રહે છે. પથરીને લીધે થતા સંક્રમણ ની સમસ્યા માટે પણ આ ખુબ જ સારો લાભ કરે છે.

સફેદ ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે મૂળાનો ઉપયોગ કરો સફેદ ફોલ્લીઓને તબીબી રીતે પાંડુરોગ અથવા લ્યુકોડર્મા કહેવામાં આવે છે. મૂળા તેના ડિટોક્સિફિકેશન અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણધર્મોને કારણે લ્યુકોડર્માની સારવારમાં ઉપયોગી છે. તેની સારવારમાં મૂળાના બીજનો ઉપયોગ થાય છે. બીજનો પાવડર બનાવીને તેને વિનેગર, આદુનો રસ અથવા ગૌમૂત્રમાં પલાળી રાખો અને પછી સફેદ ધાબા પર લગાવો. તમે મૂળા ખાવાથી લ્યુકોડર્માની સારવારમાં પણ મદદ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *