જેવી જ પત્ની સવારના પોરમાં નોકરીએ ગઈ એટલે પાછળ પાછળ પતિ પણ પોતાના ત્રણ ત્રણ દીકરાને નોંધારા મૂકીને બ્રિજ ઉપર પહોંચી નદીમાં ઝંપલાવી દીધું, આ બાજુ પરિવારને ખબર પડતા પરિવાર તો રોઈ રોઈને અડધો થઈ ગયો…
સોમવારે સવારના રોજ ઉતરાણ બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી ગોડાદરાના ત્રણ સંતાનોના પિતાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંક આવી દીધું નો કિસ્સો અત્યારે સામે આવ્યો છે, દિવાળીની સિઝન જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ આત્મહત્યાના કિસ્સાઓમાં પણ વધારો થતો હોય છે, વ્યક્તિ કારક ધંધા બાબતે નોકરી બાબતે સમાજ ઘર પરિવાર ના શારીરિક માનસિક ઝઘડાને કારણે વ્યક્તિ આત્મહત્યા કરી નાખતો હોય છે ત્યારે આવી જ એક ઘટના અત્યારે સામે આવી છે.
જ્યાં વ્યક્તિએ પેટની બળતરાણી તકલીફથી કંટાળી જઈને પોતાની જીવન લીલા સંકેરી લીધી હોવાનું અત્યારે સામે આવ્યું છે કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે આ મૃતદેહ મળી આવ્યો હતો નીલકંઠ નગરમાં રહેતા વિજય દિલીપભાઈ સૌદાણે જે તેમની ઉંમર ૩૭ વર્ષની છે અને પોતે માર્કેટમાં કામ કરતો હતો.
પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી પોતાના પેટમાં થતી બળતરા ને તકલીફને કારણે પોતે ઘરે જ રહેતો હતો અને આ દરમિયાન સોમવારના રોજ પોતે ઘરે હતો જ્યારે સવારે પત્ની નોકરીએ ગયા બાદ વિજય પણ ઘરથી નીકળી પડ્યો હતો અને ઉતરાયણ બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો, આ સમગ્ર બનતી માહિતીની જાણ કાપોદ્રા ફાયર સ્ટેશનના વિભાગના અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી આવ્યા હતા.
ફાયર સ્ટેશનના મુખ્ય અધિકારી વિનોદ રોજીવડિયા ના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતા જ અમે લોકો પાંચ મિનિટમાં અહીંયા પહોંચી ગયા હતા અને ફાયર ટીમની ગણતરીની મિનિટોમાં જ વિજય નામના વ્યક્તિના મૃત દેને બહાર કાઢીને 108 દ્વારા સ્મીમેરમાં ખસેડ્યો હતો ત્યાં તો ત્યાં સુધીમાં વિજયનું મૃત્યુ થઈ ચૂક્યું હતું આ સમગ્ર ઘટનાની તપાસ કરતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ એસ વરીયાએ વધુમાં જણાવ્યું હતું કે,
વિજય પાસેથી મળેલા ચૂંટણીકાળના આધારે તેની ઓળખ થઈ હતી વિજય ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો તેની માહિતી સામે આવતા જ ત્યાંના પોલીસ સ્ટેશનને આની જાણ કરી હતી ત્યારબાદ પોલીસે તેના ઘરે જઈને પરિવારને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી પેટમાં થતી બળતરા ની તકલીફને કારણે વિજય ખૂબ જ કંટાળી ગયો હતો અને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આના કારણે જ વિજય આપઘાત કર્યો છે જ્યારે બીજી તરફ વિજયના પરિવારમાં પત્ની સહિત ત્રણ સંતાનો હતા જેમાં બે પુત્રી અને એક દીકરો છે.