સમાચાર

પતિ-પત્નીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પતિ-પત્નીનો વારંવાર ઝઘડો થતો એકવાર રાત્રે બંનેએ દારૂ પીધો અને પછી…

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક પતિએ પોતાની જ પત્નીની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી અને તેની પાછળનું કારણ જોઈએ તો પતિ ઓછું કમાતો હતો. આથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઘટના બાડમેરના જાટિયોના નવાવાસની છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું છે કે મંગળવારએ આ પતિ અને પત્ની વચ્ચે પતિની સેલરી ને લઈને ખૂબ જ મોટો ઝઘડો થયો હતો.

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન પતિના હાથમાં બેલ્ટ હતો તેને તેના પતિના ગળે બેલ્ટ બાંધીને તેને પતાવી દીધો હતો. પતિ અને પત્નીની ચીસો સંભળાવતા તેમના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા પરંતુ પરિવારજનો ત્યાં આવ્યા ત્યાં સુધીમાં તેમનો પુત્ર મૃત્યુ પામી ચૂક્યો હતો. પુત્રવધુ તેના પતિના મૃતદેહ પાસે જ ઊભી હતી.

પત્નીએ પતિનું ગળું દબાવીને કરી હત્યા મૃત્યુ પામેલા પુત્રની માતા કુંતી બહેનએ શહેરના પોલીસ ચોકી માં જઈને પોતાના પુત્રના હત્યાંની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં પોલીસે જણાવ્યું છે કે તેમના પુત્રને ન તેમની પત્ની મઁજુએ ગળુ દબાવીને મારી નાખ્યો છે. આ ઘટના વિશે વિગતો પ્રાપ્ત થતાં પોલીસ તાત્કાલિક તે સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

તેને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ વિશે જણાવે છે કે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર પગારને લઈને ખૂબ જ ઝઘડા થતા હતા. પતિ ખૂબ જ ઓછું કમાતો હતો. આ ઘટનામા પતિ અને પત્ની બંને એ દારૂ પીધો હતો. બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યાર બાદ પત્નીએ ગુસ્સામાં આવીને પતિની હત્યાં કરી નાખી હતી. આ ઘટના બાદ પોલીસે તેની પત્ની મંજુને પૂછપરછ કરી હતી. મંજુ એ પોતે હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી. ત્યારબાદ પોલીસે મંજુને કસ્ટડીમાં લીધી હતી. આ ઘટનામાં પોલીસ હજુ પણ શોધખોળ અને પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.