પતિએ ફિલ્મી સ્ટાઈલમાં પત્ની હત્યા કરવાની કોશિશ કરી, આખી ઘટના જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

શહેરમાં માધુપુરા વિસ્તારમાં એક પતિ પોતાની પત્નીને ફિલ્મી સ્ટાઇલમાં મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને વચ્ચે અણબનાવ બનવાને કારણે પત્ની પોતાના પિયર રહેવા જતી રહી હતી. પતિ ના કહેવા છતાં પણ પત્ની પાછી આવી હતી નહીં. જ્યારે પતિએ પત્નીને કહ્યું કે ” તું કેમ ઘરે પાછી નથી આવતી??? ” ત્યારે પત્નીએ જવાબ આપ્યો કે મારે તમારી સાથે નથી રહેવું મારે છૂટાછેડા જોઈએ છે. ત્યારે પતિએ ઉશ્કેરાઇ ને ફોટા કાપવાના કટર વડે પત્નીને શરીરના અલગ અલગ ભાગ ઉપર કટર ફેરવી દીધું હતું.

ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલા ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માધવપુરા પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના માધવપુરા વિસ્તારમાં ઈન્દિરા નગરના ટેરેસ પાસે રજનીબેન શનીભાઈ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. ત્રણ દિવસ પહેલા રજનીબેનને તેમના પતિ શનિભાઇ સાથે અન બનાવ બન્યો હતો અને તેઓ તેમના પિયર જતા હતા. શનિવારે બપોરે રજનીબેન મેંડી કુવા સ્થિત દશામાતા મંદિર પાસે રોડ પર ઉભા હતા.

ત્યારે શનિભાઈ ત્યાં આવ્યા હતા અને તમે ઘરે કેમ નથી આવતા તેમ કહેતા તેણે રજની બેને આવા કહ્યું કે મારે તારી સાથે રહેવું નથી અને મારે છૂટાછેડા લેવા છે. જેથી શનિભાઈએ ગુસ્સે થઈને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ગડદાપાટુનો માર માર્યા બાદ રજનીબેન દોડવા લાગ્યા હતા પરંતુ બાદમાં તેમને પકડી લીધા હતા અને બાદમાં ફોટા કટીંગ મશીન વડે કટરથી ગરદન અને શરીરના પાછળના ભાગે ઝીંકી દીધા હતા.

કટર ના ઘા વાગવાથી રજની બેન લોહીલુહાણ બનીને જમીન પર પડી ગયા હતા. જેથી આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.સંબંધીઓને જાણ થતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.માધવપુરા પોલીસને આ અંગે જાણ કરતાં માધવપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે શનિભાઈ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *