ગ્રીષ્મ જેવી ઘટના: પતિએ બેરેહમીથી પોતાની જ પત્નીની હત્યાં કરી, બે માસુમ બાળકોને મૂકીને નાસી છૂટ્યો Gujarat Trend Team, May 4, 2022 સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, પત્નીની હત્યા કરતા પહેલા પતિએ પુત્ર અને પુત્રીને નાસ્તો લેવા માટે બહાર મોકલ્યા ત્યારે ઘટના બની હતી.હત્યાં કર્યા બાદ તે પોતાના બાળકોને એકલા મૂકીને ફરાર થઇ ગયો હતો.આથી પોલીસ તેને પકડવા માટે શોધખોળ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં પતિ-પત્નીના પ્રેમ પ્રકરણનો અંત લાવવાનો કિસ્સો સામે આવ્યો છે.સોરી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની એવા હંસાબેન ઝાલા 22 વર્ષ પહેલા સુરભાઈ ઝાલા નામના યુવક સાથે લગ્ન થયા હતા.આ દંપતીને તેમના દાંપત્ય જીવનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા અણબનાવના કારણે પત્ની છેલ્લા ચાર વર્ષથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી.પતિ પત્નીને અવારનવાર મળવા આવતો અને જતો પણ રહેતો. જો કે છેલ્લા 20 દિવસથી પતિ સુરભા દારૂના નશામાં પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરી રહ્યો હતો. જોકે, આજે સુરભાઈ ઝાલા પત્નીની હત્યા કરવાના ઈરાદે ઘરે પહોંચી ગયા હતા અને પૈસા આપીને પુત્રને નાસ્તો લેવા મોકલ્યા હતા. બાદમાં તેની પત્ની ઘરમાં એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ તેણીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસને ઘટનાની જાણ કરી હતી. મહિલાની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. સમાચાર